પાટણ: મ્યુઝીકલ ટેટા, મોર કળા આકારના ફટાકડાનું આકર્ષણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(દિવાળીમાં અનેકવિધ વેરાયટીમાં ફટાકડા આકર્ષણ જમાવી રહ્યાં છે. જેમાં ફટાકડામાં પીકોક,મ્યુઝીકલ ટેટા,મેજીકફોકસ જેવી નવી વેરાયટીઓ જોવા મળી રહી છે. )


- પાટણ શહેરમાં અવનવી વેરાયટીના ફટાકડાનો ખજાનો ઠલવાયો

પાટણ: દિવાળીનો તહેવાર સોમવારે વાઘબારસથી શરૂ થઇ જશે ત્યારે રવિવારે આનંદ સરોવર ખાતેના ફટાકડા ખરીદીમાં તેજીનો માહોલ જામ્યો હતો.આ વખતની દિવાળીમાં મોરકલગી આકારમાં ફૂટતા ફટાકડા સહિત અનેકવિધ વેરાયટીઓ દિવાળીમાં ધૂમ મચાવશે.જોકે,બાળકોમાં હજુ તારામંડળ, કોઠી, ચકરડી, તડતડીયા જેવા ફટાકડાની પસંદગી અકબંધ રહેવા પામી છે. મોંઘવારીના કારણે ફટાકડાના ભાવમાં પણ સરેરાશ 15 થી 20 ટકાનો વધારો થવા પામ્યો છે.

આનંદ સરોવર નજીક હંગામી ભરાયેલા ફટાકડા બજારમાં સાંજે શહેરીજનોનો ઘસારો વધ્યો હતો. બીજી તરફ નવા અને જૂનાગંજમાં સહકારી સંઘોના સ્ટોલમાં ફટાકડાકીટની ખરીદી માટે રવિવારે ધસારો રહ્યો હતો. જોકે વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં ફટાકડાના ભાવમાં સરેરાશ 15થી 20 ટકા જેટલો વધારો થયો છે. ફટાકડા બજારમાં હવે ત્રણ દિવસ ઘરાકી જોવા મળશે.

બાળકોમાં હળવાપ્રકારના ફટાકડાનું વધુ આકર્ષણ

તારામંડળ, ચકરડી, કોઢી,દોરી સામાન્યપસંદગી રહી છે. જેમાં અલગ અલગ રેન્જમાં વેરાયટીમાં તારામંડળ સહિતના ફટાકડાની પસંદગી કરતાં હોય છે. આ ઉપરાંત કીટકીટ, રમકડા, તળતળીયા જેવા ફટાકડા આળાઅવળા ફૂટતા હોઇ બાળકોને આનંદ પમાડતા હોય છે ત્યારે આવા ફટાકડાનુ઼ વેચાણ વધુ હોવાનું વેપારી રહેશભાઇ પટ્ટણીએ જણાવ્યું હતું.

ફટાકડામાં અનેકવિધ વેરાયટીઓ
મોરની છાપ સાથેની વેરાયટી પીકોક પેકેટ રૂ.250ના ભાવમાં આકર્ષણ જમાવી રહ્યું છે.જેમાં આ ફટાકડામાં મોર કળા કરતો હોય તે આકારમાં રંગબેરંગી રીતે ફૂટતો નજારો નિહાળવા મળશે. મેજિક ફોક્સ ફટાકડા સ્કાય આકારમાં ફુવારાની જેમ જગમગાટ કરે છેજે રૂ.250માં ઉપલબ્ધ છે. તો મ્યુઝીકલ ટેટા સળગાવવાથી અવનવન મ્યુઝીકના સૂર રેલાવશે. 24 નંગ ટેટાની વેરાયટી રૂ.400માં પડશે. આ ઉપરાંત અનેકવિધ પ્રકારમાં ફેન્સી કોઠી પણ આ વખતની દિવાળીમાં પહેલી વખત આવી હોવાનું વેપારી ચંદ્રકાન્ત ઠક્કરે જણાવ્યું હતું.
આગળ જુઓ વધુ તસવીરો