નિયામક માટેની ભરતી પ્રક્રિયામાં યુજીસી નોર્મ્સ નેવે મૂકાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉ.ગુ. યુનિ.માં પરીક્ષા નિયામક, એસોસિએટ પ્રોફેસર સહિતની જગ્યા માટે આગામી ૭, ૮ દરમિયાન ઇન્ટરવ્યુ પહેલા જ ભરતી પ્રક્રિયામાં વિવાદના એંધાણ
- યુનિ.ની કારોબારી સમિતિમાં એક ઇસી મેમ્બરે યુજીસી નોમ્સ ન જળવાયાના મુદ્દે સવાલ કરતાં ગરમાવો સર્જાયો હતો


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી યુજીસી સૂચિત લાયકાતના ધોરણો ન અપનાવી શૈક્ષણિક, બિનશૈક્ષણિક ખાલીજગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરી રહી છે. યુજીસીના નિયમોનો ભંગ કરીને યુનિવર્સિટીએ કેવી રીતે જાહેરાત આપી તેવા સવાલ તાજેતરમાં મળેલ ખાસ કારોબારી સમિતિની બેઠકમાં એક ઇસી મેમ્બરે ઉઠાવ્યો હતો. જોકે યુનિવર્સિટી પરીક્ષા નિયામક, એસોસિએટ પ્રોફેસર સહિતની નિયત જગ્યાઓ માટે આગામી તા.૭,૮ ના રોજ ઇન્ટરવ્યું યોજાનાર છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટીચિંગ અને નોનટીચિંગની ખાલી જગ્યાઓ માટે શરૂ કરાયેલી ભરતી પ્રક્રિયામાં કેટલીક જગ્યામાં યુજીસીના નિયમો નેવે મૂકીને ભરતી માટેની પ્રક્રિયા ચાલી રહી છે. યુજીસીના નિયમ મુજબ પરીક્ષા નિયામક માટે ૧૫ વર્ષનો અનુભવ જરૂરી છે. જ્યારે યુનિવર્સિટી દ્વારા ઘટાડીને પાંચ વર્ષ કરાયો છે. આજ રીતે એસોસિએટ પ્રોફેસરની ભરતી માટે યુજીસી સૂચિત લાયકાતના ધોરણો કરતાં ઓછા ધોરણો અપનાવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જોકે આકિeટેકમાં એસોસિએટ પ્રોફેસરની જગ્યા માટે કાઉન્સીલના નોર્મ્સ રાખ્યા હોવાનું યુનિ.ના માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. આગામી તા.૭ અને ૮મીએ ઇન્ટરવવલ પહેલા જ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયાને લઇને વિવાદ સર્જાવા લાગ્યો છે. તાજેતરમાં ૨ જુલાઇએ યોજાયેલી કારોબારી સમિતિની ખાસ બેઠકમાં એકઝકયુટિવ કાઉન્સીલના એક મેમ્બરે યુજીસીના નિયમો ભંગ કરી યુનિવર્સિટીએ કેવી રીતે જાહેરાત આપી તેને લઇને સવાલ ખડો કર્યો હતો. જેને પગલે ચર્ચા ઉગ્ર પણ બની હતી.

યુજીસી નોર્મ્સ પ્રમાણે પરીક્ષા નિયામક માટે ૧૫ વર્ષ અનુભવ, યુનિ.એ રાખ્યો પાંચ વર્ષ

યુજીસી નોર્મ્સ પ્રમાણે પરીક્ષા નિયામકની જગ્યા માટે જરૂરી લાયકાત સાથે ૧૫ વર્ષનો અનુભવ સુચવાયેલો છે જોકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા નિયામકની જગ્યા માટે જરૂરી લાયકાત સાથે આસિસ્ટન્ટ રજિસ્ટર કે તેની સમકક્ષ પાંચ વર્ષના અનુભવનું ધોરણ રાખ્યું છે.

યુનિવર્સિટીના નિયમો પ્રમાણે ભરતી પ્રક્રિયા : રજિસ્ટ્રાર

દરેક પોસ્ટમાં યુજીસી સૂચિત લાયકાતના ધોરણો યુનિવર્સિટીએ સ્વીકારવા ફરજિયાત નથી પે સ્કેલ રાજ્ય સરકારના હોય છે. યુજીસીને ધ્યાનમાં રાખીને જેતે વખતે યુનિવર્સિટીની કારોબારીમાં લાયકાતના ધોરણો ફેરફાર કરી નક્કી કરાયેલા છે યુનિવર્સિટીના એક્ટ, નિયમ પ્રમાણે ભરતી પ્રક્રિયા છે.

- ડૉ..ડી.એમ.પટેલ (રજિસ્ટાર- હેમ.ઉ.ગુ.યુનિ.)

બોરતવાડા પાસેથી દારૂ ભરેલી જીપ સાથે શખ્સ પકડાયો

પાટણ : હારિજ-પાટણ હાઇવે પર બોરતવાડા ત્રણ રસ્તા પરથી પોલીસે મોડીરાત્રે કારમાં પરપ્રાંતિય દારૂની હેરાફેરી કરતાં કાંકરેજના વડા ગામના એક શખ્સને રૂ.૬૪,૮૦૦ના દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો હતો અને કારને જપ્ત કરી કુલ રૂ.૪,૧૪,૮૦૦ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.હારિજના બોરતવાડા ગામના ત્રણ રસ્તા પાસેથી પીએસઆઇ બી.એસ.સુથારે તેમની ટીમ સાથે નાકાબંધી ગોઠવી અલ્ટો કારમાં પરપ્રાંતિય દારૂની હેરાફેરી કરતાં વડા ગામના પ્રવિણસિંહ મનવરસિંહ વાઘેલાને પરપ્રાંતિય દારૂની ૨૧૬ બોટલો સાથે પકડી પાડ્યો હતો.