તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુર હાઇવે પર ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતા બેનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સમીથી કડીયા કામ પૂર્ણ કરી રાધનપુર તરફ છોટા હાથીમાં જઇ રહેલા બે મજૂર મોતને ભેટયા
સમી શંખેશ્વર ત્રણ રસ્તાથી છોટા હાથી ટેમ્પામાં બેસી મજૂરો કડીયાકામ કરી રાધનપુર જઇ રહ્યાં હતા ત્યારે થોડે દૂર જતાં જ આગળ જઇ રહેલી ટ્રકે બ્રેક મારતાં ટેમ્પો ટ્રક પાછળ પૂરઝડપે ટકરાતાં બંને મજૂરના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતા.જ્યારે ટેમ્પાચાલકે સમી પોલીસ મથકે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ફરીયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સમી-શંખેશ્વર ત્રણ રસ્તા પર આવેલા અનંત પેટ્રોલપંપ ખાતે પ્લાસ્ટર કામ કરવા રાધનપુર બાજુથી સવારે બે મજૂરો આવ્યા હતા. જેઓ સાંજના સુમારે કામ પૂર્ણ કરી રાધનપુર ખાતે પ્રશાંત પેટ્રોલપંપ પર બીજુ કામ હોઇ ત્યાં જવા છોટા હાથી (જીજે-૧ડીટી-૩૧૩૧)માં બેસી નીકળ્યા હતા. પરંતુ માત્ર થોડે દૂર જતાં જ આગળ જઇ રહેલી ટ્રક (જીજે-૧રએટી-૯૩૩પ)એ અચાનક બ્રેક મારતાં છોટા હાથી ટેમ્પો પાછળથી ટકરાતાં આ ઘટનામાં ટેમ્પામાં બેઠેલા મજૂરો ઠાકોર દલાભાઇ લવિંગભાઇ (કલ્યાણપુરા) અને શિવાભાઇ સુભાઇ બિહારીને ગંભીર ઇજાઓ થઇ હતી.
જ્યારે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ને બોલાવી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બંને મજૂરના કરૂણ મોત નીપજ્યાં હતા. જ્યારે છોટા હાથીના ચાલક દેસાઇ દિનેશભાઇ બળદેવભાઇને પણ માથાના ભાગે નાની મોટી ઇજાઓ થઇ હતી. જ્યારે દિનેશભાઇએ ટ્રક ચાલક વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવતાં સમી પોલીસ તપાસ ચલાવી રહી છે.
- કુચાવાડા ટોલટેક્સ નજીક વાહનની ટક્કરે વૃદ્ધાનું મોત
પાંથાવાડા પંથકના કુચાવાડા ગામે ટોલટેક્સ નજીક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં વૃદ્ધાનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. પાંથાવાડા ગુંદરી-ડીસા સ્ટેટ હાઇવે પર કુચાવાડા ટોલટેક્સ નજીક ગુરુવારે સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે મુળ દાંતીવાડા તાલુકાના ભીલડા ગામના રહેવાસી અને ટોલટેક્સ નજીક કૂવા પર ભાગીયા તરીકે કામ કરતા રમેશભાઇ કેશાભાઇ કુચાવાડીયાની માતા શાન્તાબેન (૬૦) રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી આવતા વાહનચાલકે ટક્કર મારી હતી. જેમાં શાન્તાબેનનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં પાંથાવાડા પીએસઆઇ બી.એલ.વડુકર સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો