તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધપુરમાં લુંટારાઓનો તરખરાટ, પાંચ મિનિટમાં જ 5 લાખની ધાડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સિદ્ધપુરમાં ૧૫ મિનિટમાં રૂપિયા ૫ લાખની ચોરી
- વેપારીનો પરિવાર નિંદર માણી રહ્યો હતો અને તસ્કરો બંગ્લામાં ઘૂસી ગયા
- સ્કોરપીયો ગાડી શંકાના દાયરામાં


સિદ્ધપુરમાં વરસાદી વાતાવરણનો તસ્કરોએ પણ લાભ ઉઠાવ્યો હતો અને વહેલી સવારે મીઠી નીંદર માણી રહેલા પરિવારના ઘરનું તાળુ તોડી બેડરૂમની તિજોરીમાંથી રૂ.૫ લાખના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ૧૫ મિનિટમાં તસ્કરો પલાયન થઇ જતાં આસપાસની સોસાયટીઓના રહીશો, પડોશીઓ સહિત પોલીસ પણ અચંબામાં પડી ગઇ હતી. આ બનાવના પગલે દોડી આવેલ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.

સિદ્ધપુર હાઇવે પાસે આવેલી શક્તિનગર સોસાયટીમાં પંચોલી દિલીપકુમાર જયંતિલાલ બંગલા નં.૩૯માં રહે છે. જે દરરોજ સવારે શાકમાર્કેટના પોતાની દુકાને ધંધો કરવા જાય છે. આજ નિત્યક્રમ પ્રમાણે ૩-૩૦ કલાકે ઉઠીને ઘરના મુખ્ય દરવાજાને તાળુ મારીને ચાવી ઘરની ઓસરીમાં મૂકીને દુકાને ગયા હતા જ્યારે તેમની પત્ની અને પુત્રી પ્રથમમાળે બેડરૂમમાં સૂતા હતા જેઓએ સવારે ઉઠીને નીચે આવતાં સામાન વેરણછેરણ પડ્યો હતો. જેથી દિલીપભાઇએ તાત્કાલિક ઘરે આવીને જોતા ઘરમાંથી દાગીના, રોકડ રકમ મળીને કુલ રૂ.૫ લાખ રૂપિયાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.

મકાન માલિક દિલીપભાઇએ જણાવ્યું હતું કે, તસ્કરો જાણભેદુ હોવા જોઇએ જેઓને મારો અને મારા પડોશીઓના વહેલી સવારનો બહાર નીકળવાનો સમય ખબર હશે તેમજ ઘરના કિંમતી આભૂષણો ક્યા કબાટમાં રાખું છું તેની પણ જાણ છે તેમજ ઘરના સભ્યો ઉપર સૂઇ ગયા છે તેની પણ જાણ છે. જોકે બાજુના સ્ટોર રૂમમાં રાખેલ ૪૧ હજારની રોકડ રકમવાળો થેલો લેવાનું તસ્કરો ચૂકી ગયા છે જે બચી જવા પામ્યો છે.

આગળ વાંચો એક શંકાસ્પદ સ્કોર્પિયો કારની રેકી વિશે