તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Teacher Selected For National Award In ICT Education

આઇસીટી શિક્ષણમાં પાટણના શિક્ષકને નેશનલ એવોર્ડ માટે પસંદગી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિદ્યાર્થીઓના લાભાર્થે શિક્ષણમાં ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીના ઉપયોગ બદલ એવોર્ડ પ્રાપ્ત કરનારા ગુજરાતના પ્રથમ શિક્ષકની પસંદગી

શિક્ષણમાં ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગકરી ભૌતિક શાસ્ત્ર વિષયને રસપ્રદ બનાવવા બદલ પાટણના શિક્ષક ર્ડા.એલ.કે. ચૌધરીની તાજેતરમાં આઇસીટી નેશનલ એવોર્ડ માટે પસંદગી થઇ છે. આ ગૌરવવંતો એવોર્ડ પ્રાપ્ત કરનાર તેઓ ગુજરાતના પ્રથમ સારસ્વત શિક્ષક છે. ભારતના માનવ સંશાધન મંત્રાલય દ્વારા શિક્ષણમાં ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી) નો ઉપયોગ અને તેમાં ઉચ્ચપ્રદાન માટે વર્ષ ર૦૦૮થી પ્રતિ વર્ષ આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેમાં વર્ષ ર૦૧ર-૧૩ના રાષ્ટ્રીય એવોર્ડ માટે પાટણની આદર્શ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષક ર્ડા. લક્ષ્મણભાઇ ચૌધરીની પસંદગી થઇ છે.

આઇસીટી શિક્ષણ અંતર્ગત નેશનલ એવોર્ડ ફોર ટીચર્સ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મારફતે ર્ડા. ચૌધરીનું નામાંકન રાજ્યસ્તરે મોકલાયું હતું. જેમાં ર્ડા. એલ.કે.ચૌધરીએ આઇસીટીનો વિનિયોગ ઉચ્ચ માધ્યમિક વિજ્ઞાન પ્રવાહના ભૌતિક શાસ્ત્ર વિષયને રસપ્રદ બનાવવાના હેતુ માટે કર્યો હતો અને આ પ્રયાસને રાજ્યના શિક્ષણ વિભાગે નોમિનેટ કરી રાષ્ટ્રીય સ્તરે નવી દિલ્હી મોકલી આપ્યો હતો. જ્યાં નેશનલ નોમિનેટ સમિતિમાં એનસીઇઆરટીમાં ચેરમેન, સીઆઇઇટીના સંયુક્ત નિયામક, એનઆઇસીના વડા અને માનવ સંશાધન વિભાગના સચિવ સહિ‌ત તજજ્ઞોના પંચસમક્ષ ૩૦ જાન્યુઆરીએ ભારતના તમામ પ૭ જેટલા શિક્ષણ બોર્ડના નોમિનિઝ પ્રતિનિધિઓએ પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા.

ર્ડા.એલ.કે. ચૌધરીએ પણ રીસર્ચ પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય માનવ સંશાધન મંત્રાલયના સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આઇસીટી એવોર્ડ માટે નવ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર એલ.કે. ચૌધરી છે. પાટણ જિલ્લા શિક્ષણાધિકારી નૈષધભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, વર્ષ ર૦૦૮થી આ એવોર્ડ અપાય છે. જેમાં અગાઉ ગુજરાતનું પ્રતિનિધિત્વ નહોતુ. ગત વર્ષ અહીંની કચેરીએથી આપણા શિક્ષક ર્ડા. એલ.કે. ચૌધરીની પ્રપોઝલ મોકલી હતી. આઇસીટી એવોર્ડ મેળવનાર ગુજરાતના ગૌરવવંતા તેઓ પહેલા શિક્ષક છે.