તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંખેશ્વર પાસેથી શંકાસ્પદ ૪૦ કિલો ગૌમાંસ પકડાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડોક્ટર દ્વારા માંસાના નમૂના લઇ એફએસએલમાં મોકલાયા

જિલ્લાના જૈનતિર્થ શંખેશ્વર પાસેથી શંખેશ્વર પોલીસના ચેકીગ દરમિયાન એક વાહનમાંથી ત્રણ ઇસમો પાસેથી ૩ માંસના પોટલા મળી આવતા પોલીસે વાહન સહિત ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શંખેશ્વર પોલીસ જેસડા ચોકડી પાસે શુક્રવારે બપોરે વાહન ચેકીગ દરમિયાન રાધનપુરથી આવતી આઇસર ગાડી નં. જીજે-૧ એટી-૫૬૯૬ની તપાસ કરતા ગાડીની અંદર ત્રણ ઇસમો બેઠા હતા જેમની પાસે ત્રણ પોટલા હતા જે તપાસતા માંસ ભરેલું માલૂમ પડતા ગાડી સહિત ઇસમોને શંખેશ્વર પોલીસ મથકે લાવ્યા હતા.

જેઓની પૂછપરછ કરતા ત્રણેય ઇસમો સિચાઇ મુન્નાભાઇ યુસુભાઇ, સિપાઇ યયુબભાઇ કાસમભાઇ, સિપાઇ અકબરભાઇ ઇસુબભાઇ રહે. દશાડા, તા.પાટડીનું જણાવી રાધનપુરથી ૪૦ કિલો રૂ.૩૨૦૦નું માંસ દશાડા લઇ જઇ રહ્યા હતા તેવું જાણવા મળ્યું હતું.

પોલીસે આધાર પુરાવા વગરનું શંકાસ્પદ માંસ કબજે કરી ગાડીચાલક મહેમુદશાહ રહેમતખાં દિવાન રહે. ફાગળી, તા.પેટલાદ સહિત ત્રણ ઇસમોની અટકાયત કરી ગુનો નોંધવામાં આવ્યો હતો અને ડોક્ટર દ્વારા માંસના નમૂના લઇ એફએસએલમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી.