• Gujarati News
  • Start Recruiting Study Center At The University Of Central Government

યુનિવર્સિ‌ટીમાં સેન્ટ્રલ ગર્વમેન્ટ રિક્રુટમેન્ટ સ્ટડી સેન્ટરનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(યુનિવર્સિટીની ફાઇલ તસવીર)
- યુનિવર્સિ‌ટીમાં સેન્ટ્રલ ગર્વમેન્ટ રિક્રુટમેન્ટ સ્ટડી સેન્ટરનો પ્રારંભ
- સ્પીપાની એન્ટરન્સ એકઝામ પાસ કરનાર યુવાનોને આ સેન્ટરમાં સ્ટાફ સીલેકશન એકઝામ માટેની તાલીમ મળી રહેશે

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિ‌ટીમાં યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે દીપચંદ ગાર્ડીચેર બાદ વધુ એક તાલીમ કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ થવા પામી છે.યુનિ.માં સેન્ટ્રલ ગવર્નમેન્ટ રિક્રુટમેન્ટ સ્ટડી સેન્ટર શરૂ થતાં સ્પીપાની એન્ટ્રન્સ એકઝામ પાસ કરનાર યુવાનોને આ સેન્ટરમાં મેરીટબેઝ પ્રવેશ આપવામાં આવશે અને તેમને કેન્દ્ર સરકાર દ્વારા વિવધ ભરતી માટે લેવાતી એકઝામની સઘન તાલીમ આપવામાં આવશે.

સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના મહેસાણા રીજનલ ટ્રેનીંગ સેન્ટર અંતર્ગત યુનિવર્સિ‌ટી ખાતે રિક્રુટમેન્ટ સ્ટડી સેન્ટર વિધાબેન દીપચંદભાઇ ગાર્ડીચેર દ્વારા ગણીત વિભાગમાં કાર્યરત કરવામાં આવ્યું છે.તાજેતરમાં જ મુખ્યમંત્રીના હસ્તે આ સેન્ટરને ખુલ્લુ મૂકવામાં આવ્યા બાદ હવે સ્માર્ટ કલાસરૂમ,લાયબ્રેરી,વાય ફાય ઇંન્ટરનેટ,કોમ્પ્યુટર લેબ તેમજ ઓનલાઇન ઓન ડીમાન્ડ પરીક્ષા જેવી અધતન સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી બેંક અને સ્ટાફ સીલેકશન એકઝામ માટે અંદાજીત ૧૦૦ વિદ્યાર્થી‍ઓને વર્ષમાં બે બેંચમાં સઘન તાલીમ આપવામાં આવશે.આ તાલીમમાં સ્પીપાની પ્રવેશ પરીક્ષા પાસ થનાર વિદ્યાર્થીને મેરીટને આધારે નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

કેન્દ્રીય પરીક્ષાની તૈયારી માટે અલાયદી સુવિધા
અત્રે ઉલ્લેખનીય છે કે,યુનિવર્સિ‌ટીમાં ગાર્ડીચેર અંતર્ગત જીપીએસસી, યુપીએસસી, આઇ બીપીએસ, ટેટ,ટાટ, જી-સ્લેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચીંગ વર્ગ ચલાવવામાં આવે છે.જેમાં અત્યાર સુધી ૧૦૦ થી વધુ વિદ્યાર્થી‍ઓ વિવિધ પરીક્ષામાં સફળ થયા છે. હવે કેન્દ્રીય સ્પર્ધાત્મક પરીક્ષા માટે યુવાનોને તાલીમ મેળવવા અલાયદા સેન્ટરની સુવિધા ઉપલબ્ધ બનવા પામી છે.
ત્યારે વર્ગ-૧ અને ૨ કક્ષાની ભરતી માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા ઉત્સુક ઉત્તર ગુજરાતના યુવાનો ઘનષ્ટિ તાલીમથી સજ્જ થઇ શકે તે માટે વિવિધ વિષયના વધુને વધુ તજજ્ઞોને આ સેન્ટરમાં આમંત્રીત કરીને કોચીંગ આપવામાં આવે તેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોમાં માંગ ઉઠી છે.