તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • She Was A Victim Of Dowry Harassment Bored With Marriage

દહેજ અને ત્રાસથી કંટાળી લગ્ન પૂર્વે જ યુવતીનો ભોગ લેવાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-દહેજ અને ત્રાસથી કંટાળી લગ્ન પૂર્વે જ યુવતીનો ભોગ લેવાયો
-ભાવિ પતિથી નારાજ યુવતીએ ઝેરી દવા પી લીધી
પાટણ તાલુકાના આંબાપુરા ગામે દશેક દિવસ અગાઉ એક યુવતીએ ઝેરી દવા પી લેતાં તેણીનું મોત થયું હતું. આ ઘટનામાં તેના પતિ તેમજ કુટુંબના માણસો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આંબાપુરા ગામના રમણભાઇ ભાયચંદભાઇ પટેલની દીકરી મિતલબેનનું સગપણ અઢી વર્ષ અગાઉ કનોડા ગામે હાર્દિકભાઇ પટેલ સાથે થયું હતું. પરંતુ ત્યારથી જ હાર્દિક તેણીને બહાર ફરવા જવા કહેતો હતો પણ મિત્તલબેન ફરવા ન જતાં તેણીને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો, પરંતુ તેણીએ કોઇને ઘરમાં આ વાત કહી નહોતી.
પરંતુ તાજેતરમાં લગ્નનું મુહૂર્ત કઢાવવાનું નક્કી થયું ત્યારે મિત્તલે તેના પિતાને છોકરો હાર્દિક તેને પસંદ નથી તેવું જણાવી વિતક કથા કહી સંભળાવી હતી. પરંતુ તે પછી એક લાખ રૂપિયાના દહેજની માગણી કરી માનસિક ત્રાસ આપતાં મિત્તલબેને જિંદગીનો અંત લાવવા ઘાસમાં નાંખવાની દવા પી જતાં તેણીનું મોત નીપજ્યું હતું. છેવટે આ અંગે મૃતક યુવતીના પિતા રમણભાઇ પટેલે પાટણ તાલુકા પોલીસ મથકે હાર્દિક, તેના પિતા હસમુખભાઇ ત્રિભોવનદાસ, જ્યોત્સનાબેન તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.