સિદ્ધપુર અને હારિજમાંથી સાત શકુનિ પકડાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે રૂ.૧ હજારની રોકડ અને ત્રણ મોબાઈલ જપ્ત કરી ગુનો નોંધ્યો
સિદ્ધપુર અને હારિજમાં ચાલતાં જુગારધામ પર પોલીસે બાતમી આધારે રેડ કરી જુગાર રમતાં સાત શખ્સોને પકડી પાડયા હતા તેમની પાસેથી રૂ. ૧૯૬૦ની મત્તા જપ્ત કરી હતી.
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિ‌તી અનુસાર,સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પટમાં જુગારની અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે બાતમી આધારે રેડ કરી તીનપત્તીનો જુગાર રમતાં ચાર શખ્સોને પકડી પાડયા હતા. જ્યારે તેમની પાસેથી રૂ. ૧૦૦૦ની રોકડ અને ત્રણ મોબાઇલ જપ્ત કર્યા હતા. આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે હારિજ શહેરમાં બાતમી આધારે રેડ કરીને ત્રણ શખ્સોને જુગાર રમતાં પકડી પાડયા હતા અને તેમની પાસેથી રૂ. ૯૬૦ની રોકડ રકમ જપ્ત કરી હતી. આ અંગે હારિજ પોલીસ મથકે ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.
પકડાયેલા શકુનિ
- ઇસ્માઇલ અબ્બાસભાઇ સિપાઇ,
- ઇલિયાસભાઇ અબ્દુલભાઇ સિંધી,
- શબ્બીરભાઇ ઇસ્માઇલભાઇ શેખ,
- માસુમખાન બરવનખાન શેખ, ઉપરોક્ત તમામ સિદ્ધપુર
- અરવિદજી ખેંગારજી ઠાકોર,
- રણજીતજી ઇસાજી ઠાકોર, હારિજ
- બળદેવજી ફુલાજી ઠાકોર, હારિજ