• Gujarati News
  • Scholarship For A Student From One Of The Bank's Choice Of Definitions Bothered

શિષ્યવૃત્તિ માટે એક જ બેંકની પસંદગીથી વિદ્યાર્થીઓની હેરાનગતિ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાતું ખોલાવવા એકમાત્ર બેન્ક ઓફ ઇન્ડિયાને જ સરકાર દ્વારા નિયુક્ત કરાઇ છે : જિલ્લામાં પૂરતી શાખાઓ પણ ન હોવાથી દૂર સુધી લાંબા થવું પડે છે

શાળા-મહાશાળાઓમાં અભ્યાસ કરતાં શિષ્યવૃત્તિ મેળવવાને પાત્ર છાત્રોને હવે બેન્કના એકાઉન્ટમાં જ શિષ્યવૃત્તિ જમા કરાવવાની છે અને રાજ્યભરમાં માત્ર એક બેન્કને જ પસંદ કરવામાં આવી હોવાથી પાટણ જિલ્લામાં છાત્રોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. જે વિસ્તારોમાં કોઇપણ રાષ્ટ્રીયકૃત બેન્કની શાખા હોય તેમાં બેન્ક એકાઉન્ટ ખોલવાની વ્યવસ્થા કરવી જોઇએ તેવો સૂર ઉઠી રહ્યો છે.

રાજ્યમાં અનુસૂચિત જાતિ, સામાજિક શૈક્ષણિક પછાત અને લઘુમતી સમાજના છાત્રોને મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમ જે અગાઉ હાથોહાથ શાળાઓમાં રોકડમાં ચૂકવવામાં આવતી હતી. જે હવેથી બેન્ક એકાઉન્ટમાં સીધી જ જમા કરાવવાની છે. આ માટે કેન્દ્ર સરકારની સૂચના મુજબ રાજ્ય સરકાર દ્વારા બેન્ક ઓફ ઇન્ડિયાને વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટ ખોલાવવા નિયુક્ત કરવામાં આવી છે. જે મુજબ પાટણ જિલ્લામાં પણ ગયા જૂન-૧૨ માસથી વિદ્યાર્થીઓના એકાઉન્ટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખોલાવવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં ત્રણ હજાર ઉપરાંત છાત્રોના બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે.

પરંતુ જિલ્લામાં દરેક તાલુકા મથકોએ આ બેન્કની શાખાઓ નથી. જ્યારે ઘર આંગણે અન્ય રાષ્ટ્રીયકૃત બેન્કની શાખા હોવા છતાં તેમાં એકાઉન્ટ ખોલાવી શકાતા નથી.

જેને લીધે ઘણે દૂરના અંતરે આવેલી બેન્ક ઓફ ઇન્ડિયામાં જવું પડી રહ્યું છે. આ બેન્કની શાખાઓ પાટણ, કમલીવાડા, મણુંદ, જંગરાલ, સિદ્ધપુર, હારિજ, રાધનપુર ખાતે જ આવેલી છે. ચાણસ્મા, સમી, સાંતલપુર કે અન્ય મોટા સેન્ટરોમાં શાખા નથી. ધિણોજ, લણવા, વારાહી, સાંતલપુરમાં શાખાઓ ન હોવાથી પચાસ પચાસ કિમી દૂર છાત્રાઓને એકાઉન્ટ ખોલાવવા જવું-આવવું પડે છે અને હવે પૈસા ઉપાડવા માટે પણ ચક્કર કાપવું પડશે.

શાળાઓ એક સાથે પ્રોસીજર કરે તો વધુ સરળતા રહે
બેન્ક ઓફ ઇન્ડિયાની પાટણ મેઇન બ્રાન્ચના મેનેજર જી.પી.ગુપ્તાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ડાયરેક્ટ આવે કે પછી શાળા મારફતે લિસ્ટ મોકલી આપવામાં આવે તેના ખાતા ખોલી આપવામાં આવે છે. અમારી બેન્કને આ માટે નિયુક્ત કરાયેલી છે. અત્યાર સુધીમાં ૩૦૦૦થી વધુ એકાઉન્ટ ખોલાયા છે. શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર બધા જ છાત્રોની દરખાસ્ત એક સાથે મોકલી અપાય તો વધુ સરળતા રહે.

શિક્ષકો પણ છે પરેશાન
શિક્ષકો એન.એમ.વ્યાસ તેમજ આર.જે.પટેલે જણાવ્યા મુજબ, સરિયદ,મોરબીપુરા, સાંપ્રા, કુરેજા, ઘચેલી, કાંસા, લોધી, ઉંદરા, સોટાવડ, ગોલીવાડા, માલસુંદ અને તેનાથી પણ દૂરના ગામોના છાત્રોના એકાઉન્ટ છેક પાટણ મેઇન શાખામાં ખોલાવવા પડી રહ્યાં છે. દરેક રાષ્ટ્રીયકૃત બેન્કોમાં આ સુવિધા કરવી જોઇએ તેવું તેમણે જણાવ્યું હતું.

ગામમાં બેન્ક છે પણ પાટણ આવવું પડશે
વધાસરનો ધો. ૧૦નો છાત્ર વિશાલ બાબુલાલ મકવાણા તેની માતાને લઇને ખાતુ ખોલાવવા બેન્ક ઓફ ઇન્ડિયામાં ગયો હતો. જોકે, બેન્કમાં ભીડ હોવા છતાં વેકેશન હોવાથી ખુદ આસિસ્ટન્ટ મેનેજરે ખાતુ ખોલી આપ્યું હતું. વિશાલની માતાએ જણાવ્યું હતું કે, નજીકના કાંસા ગામે દેના બેન્ક છે ત્યાં ખાતુ ખોલાય તેવું કરવું જોઇએ. અમને કાંઇ ખબર પડે નહીં અને શાળામાંથી ફોન આવતાં અમારે અહીં આવવું પડયું