સિદ્ધપુર :સરસ્વતી નદીનો ચેકડેમ છલોછલ, દોઢ ઇંચ મેઘો વરસ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર- ડેમ જોવા છલકાતા લોકો ઉમટી પડ્યા )

-બુધવારે બપોરે ફરી દોઢ ઇંચ મેઘો વરસ્યો : બે દિવસમાં ૧૦ ઇંચ વરસાદથી સિદ્ધપુર શહેર-તાલુકામાં જનજીવન પ્રભાવિત, ગામે ગામ તળાવો છલકાઇ ગયાં, ખેતરોમાં ઉભો પાક ડૂબ્યો

સિદ્ધપુર : સિદ્ધપુર પંથકમાં સોમવારની રાત્રીથી શરૂ થયેલ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. જે ત્રીજા દિવસ બુધવારના રોજ પણ ચાલુ રહ્યો હતો. બુધવારે બપોરે ફરી દોઢ ઇંચ મેઘો વરસ્યો હતો. સતત બે દિવસમાં ૧૦ ઇંચ વરસાદ વરસતાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતા. બુધવારે સવારે વરસાદ ચાલુ થતાં પેપલ્લા વિસ્તાર, ઋષી તળાવ, લક્ષ્મી માર્કેટ સહિ‌તના વિસ્તારમાં પાણી ભરાયા હતા. પંથકની ખેતીને મોટુ નુક્સાન થયું હતું.
ઠેકઠેકાણે મકાનો, ઝાડ, પડી ગયા હતા, જ્યારે લગભગ દરેક ગામના તળાવો ઓવરફ્લો થયાં હતા. ખેતરોમાં પાણી ભરાયાં છે. સમોડા, ચાટાવાડા, આંકવી, પસવાદળ સહિ‌ત સિદ્ધપુર શહેરનું પાણી નદીમાં ઠલવાતાં ચેકડેમ છલોછલ થઇ ગયો હતો. નદી બંને કાંઠે થઇ ગઇ હતી. સરસ્વતી નદીનો ચેકડેમ ભરાઇ જતાં જોવામાં સિદ્ધપુરવાસીઓ ઉમટી પડયાં હતા.


મેઘતાંડવની અસર
- શહેરના ઋષિ તળાવના પ૦૦ મકાનો તેમજ પેપલ્લાના ૩૦૦ મકાનોમાં પાણી ઘૂસ્યા
- કલ્યાણા, દશાવાડામાં પાંચ મકાનના છાપરા ઉડયાં
- નિદ્રોડામાં ભુરાભાઇ ધમશીભાઇ દેસાઇ ઉપર પતરું પડતાં ઇજાગ્રસ્ત થયાં, બે ભેંસોનાં મરણ થયાં
- વલાસણમાં ખ્કપાસ-એરંડા પાક પાણીમાં ડૂબ્યો
- શહેરમાં શાકભાજીના ભાવ ત્રણ ગણા થયાં
- શાળા-કચેરીઓમાં બુધવારે પાંખી હાજરી
- સિદ્ધપુરમાં ત્રણ, વાધણામાં પાંચ મકાનો ધરાશયી
- કલ્યાણા ગામ બેટમાં ફેરવાયું હતું
- તાવડીયા-કલ્યાણા રોડ બંધ થયો
- ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે વાધણા ગામે જઇ મૃતકના સ્નેહીને સાંત્વના આપી