સિદ્ધપુર સરસ્વતી નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મૃતક યુવાનની તસવીર)
- સિદ્ધપુર સરસ્વતી નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
-
કાળાભટ્ટના મહાડપાસે રહેતો યુવાન નદીના પાણીમાં ગરક
-
ત્રણ દિવસમાં ત્રણ યુવાનના ડૂબી જવાથી મોત થતાં પંથકમાં અરેરાટી પ્રસરી

સિદ્ધપુર : સિદ્ધપુરમાં પસવાદળની પોળ પાસેથી પસાર થતી નદીમાં આસપાસના ગામોના પાણી ઠલવાતાં જીવંત થતાં નદીમાં એક યુવાનનું ડૂબી જવાથી ગુરુવારે સાંજે મોત થવા પામ્યું હતું. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સિદ્ધપુર જનરલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યારે આ યુવકના મૃત્યુથી પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. શહેરના કાળાભટ્ટના મહાડ પાસે રહેતાં રાધેશ્યામ કનૈયાલાલ માળી (42) રહે. સિદ્ધપુરવાળા ગુરુવારે બપોરે નજીકમાં આવેલ પસવાદળની પોળ પાસેના નદી કાંઠે ગયા હતા.
સાંજે 4 કલાકની આસપાસ પાણી જોવા આવેલા યુવાનોની નજર નદીના પાણીમાં પડેલા રાધેશ્યામ ઉપર પડતાં તેઓ એકબીજાના સહારે નદીમાં પડ્યાં હતા અને રાધેશ્યામભાઇને બહાર કાઢ્યા હતા. જોકે, તેઓ બચાવી શક્યા ન હતા. નદીના પાણીમાં ડૂબી જવાથી રાધેશ્યામભાઇનું મોત થવા પામ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના યુવાનો જનરલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા. આ અંગે મૃતક રાધેશ્યામભાઇના પીતાએ કનૈયાલાલે જણાવ્યું હતું કે, ઘરેથી કુદરતી હાજતે જવાનું કહીને રાધેશ્યામ નીકળ્યો હતો.

મૃતક અપરીણીત હતો
મૃતકના પિતા કનૈયાલાલ રામીએ આંસુ સાથે જણાવ્યું હતું કે, રાધેશ્યામ કુદરતી હાજતે જવાનું કહીને નીકળ્યો હતો અને તેના મોતના સમાચાર મળ્યાં છે. તેમના પાંચ દીકરા અને બે દીકરી પૈકી રાધેશ્યામ ચોથા નંબરનો અપરીણીત હતો. ચાર દિકરા અમદાવાદ રહે છે.