• Gujarati News
  • Represent To Central Government For MBBS Exam In Dharpur College

ધારપુર કોલેજ દ્વારા MBBS પ્રવેશની રિન્યુઅલ માટે કેન્દ્ર સરકારમાં અપીલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ધારપુર કોલેજમાં ત્રીજી બેંચ શરુ કરવા નો રીન્યુ નો અભિપ્રાય સરકારને કર્યો હતો

પાટણ નજીક જીએમઇઆરએસ સંચાલિત ધારપુર મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ ની ત્રીજી બેચ શરુ કરવા એમસીઆઇની રીન્યુઅલ ન મળતાં કોલેજ અને હોસ્પિટલનું તંત્ર ખૂટતી સુવિધાઓની પૂર્તતા કરવા દોડતું થયું હતું અને એમ.સી.આઇના'નો રીન્યુ’ના અભિપ્રાય બાદ તાજેતરમાં ધારપુર કોલેજ દ્વારા ખૂટતી સુવિધાઓની પૂર્તતા કરીને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં રીન્યુઅલની મંજૂરી માટે અપીલ કરવામાં આવી છે.
જે અન્વયે શુક્રવારે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીએ ધારપુર કોલેજ,હોસ્પીટલ અને તબીબી ટ્રેનીંગ સેન્ટરની મુલાકાત લઇ સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું. જીએમઇઆરએસ દ્રારા એમ.સી.આઇના નો રિન્યુના અભિપ્રાય સામે જરૂરી સુવિધાઓની પૂર્તતા સાથે ગત મંગળવારે ભારત સરકારમાં ધારપુર મેડિકલ કોલેજ ને રીન્યુઅલ આપવા અપીલ કરવામાં આવી છે. જોકે આ કવાયત અંતર્ગત રાજ્યના હેલ્થ અને ફેમીલી વેલફેર ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફસેક્રેટરી રાજેશ કિશોરે શુક્રવારે ધારપુર હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

- સિવિલ હોસ્પિટલ,કુણઘેર ટ્રેનિંગ સેન્ટરનું નિરીક્ષણ કર્યુ

ધારપુર કોલેજ સંલગ્ન કુણઘેરમાં તબિબિ ટ્રેનિગ સેન્ટર બાદ આરોગ્યના ચીફ સેક્રેટરીએ પાટણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ ઓ.પી.ડી,ઇન્ડોર વોર્ડ,લેબોરેટરીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ હતું.હોસ્પિટલના અધિકારીએ રોજે રોજ ૩પ૦ દર્દીની ઓ.પી.ડી,વર્ષમાં ૧૦૦૬ દર્દીની સર્જરી અને ૧૨૬૦ દર્દી‍ના ઓપરેશન થયા હોવાનું જણાવ્યું હતું.ચીફ સેક્રેટરીએ સીવીલમાં પેશન્ટ વોર્ડ,સફાઇ વગેરે સંતોષકારક હોવાનું મુલાકાતમાં જણાવ્યું હતું.