તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધપુરમાં ગામધણી ચાંદીના રથમાં નગર પરિક્રમા કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ત્રણ મણ ચાંદીના રથમાં અષાઢી બીજે ગોવિંદરાયજી માધવરાયજી નગર પરિક્રમાએ નીકળશે

સિદ્ધપુરમાં અષાઢ સુધી બીજે ૧૦ જુલાઇને બુધવારના રોજ ગામધણી ગોવિંદરાયજી માધવરાયજી ત્રણ મણ ચાંદીના અલૌકિક રથમાં ૬૯મી વાર નગર પરિક્રમા કરશે. જેને લઇને મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગોવિંદરાયજી માધવરાયજી ભગવાનનું મંદિર મંડી બજારમાં આવેલું છે. જેની સ્થાપના ર૧૮ વર્ષ પૂર્વે થઇ હતી. હિ‌ન્દુ મહાજન દ્વારા આ મંદિરનો વહીવટ ગોવિંદમાધવ કમિટી સંભાળે છે. આ અંગે પ્રમુખ ભાલચંદ્રભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦૦ વર્ષથી ભગવાનની રથયાત્રા નીકળે છે.

અગાઉ લાકડાના કલાત્મક રથમાં મંદિર પરિસરમાં યાત્રા નીકળતી હતી. જ્યારે સંવત ૨૦૦૦થી સિદ્ધપુરના વણિક પરિવારના શ્રેષ્ઠી મગનલાલ મૂળચંદદાસના સુપુત્રો શેઠ કેશવલાલ, શેઠ ગોરધનદાસ મગનલાલ, શેઠ શંકરલાલ (બાબુલાલ) મગનલાલ તરફથી એક કલાત્મક સુશોભિત ત્રણ મણ ચાંદીનો રથ ભેટમાં મળ્યો હતો. તે વખતથી દર વર્ષે રથયાત્રા શ્રીજીના મંદિરથી નીકળી પ્રણાલિગત રાજમાર્ગો પર ફરે છે. ઉલ્લેખનીય છેકે, રથયાત્રા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરતી હોવાથી શહેરના પ‌શ્ચિ‌મ વિસ્તારના રહીશો રથયાત્રા નિહાળવા પૂર્વ વિસ્તારમાં આવે છે. તેઓની લાગણી ધ્યાને લઇ રૂટ લંબાવવા માટે વિહિ‌પ સહિ‌તસંસ્થાઓએ માંગણી કરી હતી.

- પિતાંબરધારી બ્રહ્મ સમાજના બાળકો રથને ખેંચે છે

આ રથયાત્રામાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનો તેમજ બાળકો પૂર્ણ પવિત્રતાથી સ્નાન કરી પિતાંબર પહેરી ખૂલ્લા પગે ભગવાનને રથમાં પરિક્રમા કરાવે છે. સિદ્ધપુરના અગ્રણી નાગરિકો, વેપારીઓ, આગેવાનો તેમજ રાજકીય નેતાઓ, ધાર્મિ‌ક લોકો તેમજ ગામડાની ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાય છે.