સિદ્ધપુર: હવસખોર યુવકને જેલમાં ધકેલાયો, પોસ્કો કલમ મુજબ ગુનો દાખલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આરોપી)

- સિદ્ધપુરમાં ચાર વૃદ્ધાઓએ કિશોરીને નરાધમથી પીંખાતાં બચાવી

સિદ્ધપુર:
સિદ્ધપુરમાં શાળાએથી ઘરે જતી કિશોરીને બાવળની ઝાડીમાં લઇ જઇ તેને પીંખી નાંખવાનો પ્રયાસ કરનાર શખ્સ સામે પોસ્કો હેઠળ કાર્યવાહી કરાઇ છે. જ્યારે બાળકીને બચાવી લેનારી મહિલાઓની સમયસૂચકતા અને હિંમતભરી ભૂમિકા શહેરમાં પ્રસંશાનો વિષય બની હતી. એક મહિલાએ તો અમારી પાસે દાતરડુ નહોતુ તેથી આ યુવક બચી ગયો તેવું આક્રોશભેર કહ્યું હતું.

શહેરની બિંદુ સરોવર શાળાએ અભ્યાસ કરીને મંગળવારે સવારે 11 વાગ્યે ઘરે પરત જઇ રહેલી કિશોરીને રેલવે ફાટક પાસેની ઝાડીમાં ખેંચી જઇ તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવા જતાં પકડાઇ ગયેલ શખ્સ દિનેશ ડાહ્યાભાઇ પરમાર સામે શહેરમાં ધૃણાની લાગણી પેદા થઇ હતી. જ્યારે હિંમત દાખવી બાળકીને બચાવી લેનાર મહિલાઓ ભીખીબેન રૂપાજી ઠાકોર, બબુબેન રામસંગજી, કેશીબેન કચરાજી અને લક્ષ્મીબેન હમીરજી ઠાકોર વગેરે મહિલાઓની મુક્તકંઠે શહેરીજનો દ્વારા પ્રસંશા થઇ હતી. બુધવારે આ મુદ્દો ટોક ઓફ ટાઉન રહ્યો હતો. જેમાં સૌ કોઇએ ચાર વૃદ્ધાની હિંમતને બિરદાવી હતી.
આગળ વાંચો બાળકીની ઇજ્જતને બચાવી તેનો સંતોષ છે