પાટણ-ભીલડી રેલવે વાવ પાસેથી પસાર થઇ શકે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - અધિકારીઓ સાથે ચર્ચા કરતા જનરલ મેનેજર )

-આંતરરાષ્ટ્રીય ધોરણ કરતાં ત્રીજા ભાગનું વાયબ્રેશન લેવલ હોઇ ટેકનિકલી શક્ય છે, આ બાબતે પુરાતત્વ વિભાગનું ધ્યાન દોરાશે
પ.રેલવેના જનરલ મેનેજરે રાણકી વાવ નજીકથી પસાર થતી બ્રોડગેજ લાઇનનું જાત નિરીક્ષણ કર્યું


પાટણ : પાટણમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ નજીક અટવાયેલ પાટણ-ભીલડી બો્રડગેજ લાઇન શરૂ કરવામાં મુશ્કેલી ક્યા આવી રહી છે અને વાવથી કેટલુ અંતર છે તે અંગે બુધવારે પ‌શ્ચિ‌મ રેલવેના જનરલ મેનેજરે સ્થળ મુલાકાત લીધી હતી અને જણાવ્યું કે, વાયબ્રેશન લેવલ એટલું નથી કે જેના કારણે ખતરો થાય. રાણીની વાવ વર્લ્ડ હેરિટેઝ સાઇટમાં છે. જેના એકટમાં અંતરને લઇને પ્રતિબંધિત છે. જોકે, ટેકનિકલી રીતે શક્ય છે અને તે અંગે મોન્યુમેન્ટ ઓથોરિટીની મિનિસ્ટ્રીને પ્રેઝન્ટેશન કરવામાં આવશે.

પાટણમાં વરસતા વરસાદમાં રેલવેના જનરલ મેનેજર હેમંતકુમાર, ડિવિઝનલ રેલવે મેનેજર આલોક તિવારીએ પરિવાર સાથે બેનમૂન રાણકી વાવનું નજરાણુ નિહાળ્યું હતું. બાદમાં રેલવે ટ્રેકલાઇન માટેની જગ્યા સહિ‌ત બાબતે વિભાગના અધિકારી સાથે પરામર્શ કર્યો હતો. આ પૂર્વે પાલિકાના પ્રમુખ હેમંત તન્ના, દેવજીભાઇ પરમાર, શૈલેષ પટેલ, ભરત ભાટીયા, હર્ષદભાઇ ખમાર વગેરે દ્વારા જીએમનું સ્વાગત કરાયું હતું અને કાંસા-ભીલડી લાઇન શરૂ કરાવવા સહિ‌ત રેલવેના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરાઇ હતી. અમદાવાદ રેલવે ડિવિઝનલ યુઝર કન્સલટેટીવ કમિટીના સદસ્ય ડી.જે.પટેલે જીએમ સાથે પરામર્શ કર્યો હતો. બાદમાં પટોળા હાઉસની મુલાકાત લઇ પાટણ રેલવે સ્ટેશન પહોચ્યા હતા અને સ્ટેશનની પાંચ મિનિટ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. જનરલ મેનેજર હેમંતકુમારે કહ્યું હતું કે, અહીંયા ટ્રેક પર ટ્રેન શક્ય છે, ટેકનિકલી કોઇ મુશ્કેલી નથી. એક્ષ્પર્ટ દ્વારા ટેકનિકલી પોઇન્ટ ચકાસવામાં આવ્યા છે. મુશ્કેલી નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના એક્ટ મુજબ બાંધકામ પ્રતિબંધિત હોવાની છે. હવે મોન્યુમેન્ટ ઓથોરિટી સંબધિત મિનિસ્ટ્રીમાં રિપોર્ટ કરાશે.

ડાયવર્ઝનથી વિલંબ થશે એટલે હયાત જગ્યાએ ટ્રેકની મંજૂરીના પ્રયાસને અગ્રતા અપાઇ રહી છે
અગાઉની મીટરગેજવાળી જગ્યાએથી જ બ્રોડગેજ લાઇન કે પછી ડાયવર્ઝન કરાશે તે અંગે જનરલ મેનેજરને પૂછતાં તેમણે કહ્યુ કે, ડાયવર્ઝન માટે સર્વે, જમીન સંપાદન કરવી પડે તેમાં ઘણો વિલંબ થાય, ખર્ચ વધારે થાય. એટલે ડાયવર્ઝન માટે હાલ બેકઅપ નહીં, ટેકનિકલી ટ્રેક માટે નિયત જગ્યાએ મંજૂરી મેળવવા તંત્રની પ્રાયોરિટી રહેશે. નેશનલ સ્ટાન્ડર્ડમાં સૂચિત મિનિમમ વાયબ્રેશન લેવલ કરતાં અહીં ત્રણ ગણાં ઓછાં ૦.૯ થી ૧.૧ વાયબ્રેશનની ટેકનિક હોવાનું ઉમેર્યું હતું.

પાટણના અગ્રણીઓની ટ્રેન-સુવિધા માટે રજૂઆતો
પાર્સલ સુવિધા, બુકસ્ટોલ શરૂ કરો
રેલવે સ્ટેશનમાં રિઝર્વેશન સેવા ૧૨ કલાક ચાલુ કરો
સૌરાષ્ટ્ર, મુંબઇ ટ્રેનને પાટણ સુધી લંબાવો
પાટણ સ્ટેશન પર પેસેન્જર શેડ વધારો