• Gujarati News
  • Radhanpur Ektiva Palati Departments Father's Death: Son Injured

રાધનપુરમાં એક્ટીવા પલટી ખાતાં પિતાનું મોત : પુત્ર ઘાયલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રવિવારે શ્રીનાથ (સિનાડ) ગામના યુવાન તેમના પુત્ર સાથે એક્ટીવા પર રાધનપુર ખાતે જઇ રહ્યા હતા તે સમય દરમિયાન ભાભર ત્રણ રસ્તા પાસે યુવાનને એકાએક ગોથુ આવી જતાં એક્ટીવા પલટી ખાઇ ગયું હતું. જેમાં યુવાનના માથે ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું જ્યારે પુત્રને ઇજાઓ થવા પામી હતી.

શ્રીનાથ ગામે કરીયાણાનું કેબિન ધરાવતાં ૩૨ વર્ષિ‌ય ગજાનંદભાઇ કનૈયાભાઇ આચાર્ય (મહારાજ) તેમના દશ વર્ષિ‌ય પુત્ર દિક્ષિત સાથે એક્ટીવા પર રાધનપુર જવા નીકળ્યા હતા. સાડા દશ વાગ્યાના સુમારે ભાભર ત્રણ રસ્તા પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમય દરમિયાન ગજાનંદભાઇને એકાએક ગોથુ આવી જતાં એક્ટીવા (જીજે-૮એએ-૭૬૩પ) પલટી ખાઇ ગયું હતું અને ગજાનંદભાઇનું માથુ રોડની સાઇડે આવેલી લોખંડની એંગલ સાથે ટકરાતાં ગંભીર રીતે ઘાયલ થયેલ જ્યારે પુત્ર દિક્ષિત પણ ઘાયલ થયો હતો.

૧૦૮ ઇમરજન્સીના ઇએમટી મનિષા સથવારા અને પાયલોટ પ્રવીણ ઠાકોર તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બંનેને રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે ગજાનંદભાઇને મૃત જાહેર કરતાં ઉપસ્થિત ગ્રામજનો અને સ્નેહીજનોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. ગજાનંદભાઇ તેમના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. જ્યારે દિક્ષિતને સારવાર બાદ રજા અપાઇ હતી.