દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી: પ૦૦૦ લિટર દેશી દારૂ બનાવવાનો વોશ પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂપેણ નદી માં દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

શંખેશ્વર તાલુકાના ફતેપુરા ગામ પાસે અડીને આવેલા રૂપેણ નદીના કોતરોમાં બાવળોના ઝુંડ વચ્ચેથી ગુરુવારે સાંજે શંખેશ્વર પોલીસે બાતમી આધારે છાપો મારી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ત્રાટકી ૧૦૧ કેરબામાંથી પ૦પ૦ લિટર દેશી દારૂનો વોશ પકડી ભાગી છૂટેલા ત્રણ આરોપીઓ ઉપર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. શંખેશ્વરથી ૧૮ કિમીના અંતરે આવેલા ફતેપુરા રૂપેણ નદીને અડીને આવેલ છે.

જ્યાં એક વર્ષ પહેલા શંખેશ્વર પોલીસે રેડ પાડી એક હજાર લિટર જેટલો વિદેશી દારૂ પકડી ભઠ્ઠીઓ બંધ કરાવી હતી. ફરીથી ગુરુવારે બપોરે શંખેશ્વર પીએસઆઇ એ.પી.ચૌધરીને બાતમી મળતાં પીએસઆઇ એ.પી.ચૌધરી હેડ કોન્સ્ટેબલ તખુભા ઝાલા અને પોલીસ સ્ટાફ સાથે સાંજે રૂપેણ નદીના કોતરોમાં ત્રાટક્યા હતા. બાવળોમાં પોલીસને આવતા જોઇ દેશી દારૂ બનાવનારા ઇસમો ભાગી છૂટયા હતા ત્રણ ભઠ્ઠીઓ પરથી જમીનમાં દાટેલા અને બહાર પડેલા પ૦ લિટરના ૧૦૧ કેરબા પકડી પાડયા હતા.

કોની ભઠ્ઠીમાંથી કેટલો વોશ મળ્યો

ઠાકોર ઇશ્વરજી છગનજી,૨૯પ૦ લિટર, પ૯ કેરબા, કિં રૂ. પ૯૦૦ , ઠાકોર પુનાજી છગનજી, ૧પ૦૦ લિટર, ૩૦ કેરબા, કિં.રૂ. ૩૦૦૦, ઠાકોર રમીલાબેન વેલાજી, ૬૦૦ લિટર, ૧૨ કેરબા, કિં.રૂ. ૧૨૦૦,