પાટણની ચોરીમાં જાણભેદુ શખ્સ પકડાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અશોકા ફ્લેટમાં સોમવારે રાત્રે ધાબા પર સૂતેલા શખ્સના મકાનમાં ચોરી થઇ હતી : રૂ. ૯૩ હજારની મત્તા તફડાવી જનાર શખ્સ ફરિયાદીનો સગો નીકળ્યો
સાંજે એલસીબીએ દિયોદરના રામપુરાના શખ્સને ઝડપી લઇ ભેદ ભૂલ્યો

પાટણ શહેરમાં ધોળાદહાડે મકાનમાંથી થયેલા લૂંટના પગેરા સુધી હજુ પોલીસ પહોંચી નથી ત્યાં સોમવારની રાત્રે અશોકા ફ્લેટના ધાબા પર પરીવાર સૂતો રહ્યો અને ચોથા માળે તેમના બંધ મકાનનું તાળુ તોડી તસ્કરો અંદાજે એક લાખની મત્તા ચોરી પલાયન થઇ જતાં પોલીસ ફરીથી દોડતી થઇ હતી. શહેરમાં તસ્કરોએ ફરી માથુ ઉંચકતાં જ સફાળી જાગેલી પોલીસે અશોકા ફ્લેટમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ખોલી નાંખ્યો હતો. જેમાં ફરિયાદીના એક સગાને જ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

શહેરની જનતા હોસ્પિટલ નજીક આવેલ પાંચ માળના અશોકા ફ્લેટમાં ચોથા માળે બી-૧૪માં રહેતાં ભરતભાઇ ચમનભાઇ ચૌધરી તેમની પત્ની પ્રજ્ઞાબેન અને એક વર્ષની દીકરી રાત્રે મકાનને તાળુ મારીને ધાબા પર સૂઇ ગયાં હતાં. ભરતભાઇ સવારે ૬ વાગ્યે ધાબા પર નિંદરમાંથી જાગીને નીચે મકાન ખોલવા જતાં તાળુ નહોતું અને દરવાજો ખૂલ્લી હાલતમાં હતો તેમજ તપાસ કરી તો તસ્કરો રાત્રી દરમિયાન તિજોરી ખોલી અંદર ચાવીથી સેઇફ ડ્રોઅર લોક ખોલી સોના-ચાંદીના દાગીના, રોકડ ચોરી ગયાનું જાણવા મળ્યું હતું.

જેને પગલે બી ડિવિઝન પોલીસને મેસેજ કરતાં પીઆઇ બી.સી.ઠાકોર, પીએસઆઇ એન.એ.પઠાણ સહિ‌ત પોલીસના માણસો દોડી ગયા હતા અને તપાસ આદરી હતી. મૂળ દિયોદરના રામપુરાના વતની અને પાટણમાં શેર બજારના વ્યવસાયમાં ઇન્વેસ્ટમેન્ટની ઓફિસ ધરાવતાં ભરતભાઇ ચૌધરીએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે રૂ. ૧.૮૪ લાખની મત્તાનો ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પાછળથી તપાસ કરતાં અંદાજે રૂ. ૮૯ હજારના દાગીના તિજોરીમાંથી જ હેમખેમ મળી આવ્યા હતા.

આગળ વાંચો વધુ અહેવાલ....

પંચનામા વખતે તપાસમાં કેટલાક દાગીના તિજોરીમાંથી જ નીકળ્યા
મુદ્દામાલ સાથે આવતાં આરોપીને વોચ ગોઠવી પકડી લેવાયો