• Gujarati News
  • Patan River From The Woman's Corpse To Have Opened Junijamuni Bharuch

પાટણમાં નદીમાંથી મળેલી મહિલાની લાશ ભરૂચના જુનીજામુની હોવાનું ખુલ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ પાસે હત્યા કરીને ફેંકી દીધેલી અજાણી મહિલાની ઓળખ થઇ:અજાણી મહિલા અંકલેશ્વર ખાતે અંડરા છાપરામાં રહેતી હોવાનું તપાસમાં ખૂલ્યું

પાટણ સરસ્વતી નદીના પુલ પાસેથી શુક્રવારે અજાણી મહિલાની હત્યા કરીને ફેંકી દીધેલી લાશ મળી આવી હતી. આ ચકચારી હત્યા કેસની તપાસ એસપીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપતાં પ્રથમ તો આ મહિલા કોણ છે અને ક્યાંની છે તે દિશામાં તપાસ હાથ ધરીને પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચી છે. જેમાં આ મહિલા ભરૂચ જિલ્લાના જૂનીજામુની ગામની વતની અને હાલમાં અંકલેશ્વર ખાતે અંડરાછાપરામાં રહેતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પાટણ-શિહોરી હાઇવે પર સરસ્વતી નદીના પુલ પાસેથી શુક્રવારે હત્યા કરીને ફેંકી દીધેલી અજાણી મહિલાની લાશ મળી આવી હતી. આ રહસ્યમય હત્યાની ઘટનામાં પાટણ એલસીબી પીઆઇ ડી.ડી.ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. આ મહિલા કોણ છે અને ક્યાંની તે દિશામાં તપાસનો દૌર લંબાવીને ચક્રો ગતિમાન કરતાં પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ મહિલાની ઓળખ કરી દીધી છે. જેમાં આ મહિલા ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના જૂનીજામુની ગામના ઇશ્વરભાઇ જાડીયાભાઇ વસાવાની દીકરી ઉર્મિલા (૪૦) હોવાનું તપાસમાં બહાર આવ્યું છે તેમજ ઉર્મિલાને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે નટવરલાલ રૂપજીભાઇ વસાવા સાથે પરણાવી હતી. પરંતુ છેલ્લા ઘણા વર્ષો પહેલા આ મહિલાનો પતિ નટવરલાલ વસાવા અન્ય મહિલા સાથે નાસી ગયો હતો અને હાલમાં તેનો કોઇ પત્તો નથી. જેથી ઉર્મિલા અંકલેશ્વરના અંડરાછાપરામાં રહેતી હતી અને કાગળ વીણીને પોતાનું જીવન નિવૉહ કરતી હતી તેવું તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચી રહી છે અને ઘટનાની એક બાદ એક કડીઓ પણ પોલીસ મેળવી રહી છે. પોલીસે મહિલાના હત્યારા સુધી પહોંચવાની દીશા પણ પકડી લીધી છે તેવું એલસીબી પીઆઇ ડી.ડી.ચૌધરીએ જણાવ્યું હતું.