• Gujarati News
  • Patan Of Medical Negligence In The Death Of The Young Man Accused Of Nipajyano

પાટણમાં તબીબની બેદરકારીથી યુવાનનું મોત નીપજ્યાનો આક્ષેપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરના બળવાવાડામાં થોડા દિવસ પહેલા ઘર આગળ મોટર સાઇકલ ઉભુ રાખવા જતાં લપસી પડતાં યુવાનને રીક્ષામાં ખાનગી હોસ્પિટલ લઇ જવાયો હતો. બાદમાં ઘરે લાવ્યા પછી તબિયત વધુ બગડતાં એક પછી એક ત્રણ હોસ્પિટલના ચક્કર લગાવ્યા હતા. પરંતુ આ યુવાનનું મોત નીપજ્યું હતું. મૃતકના સબંધિતોએ રાત્રે હોસ્પિટલમાં આક્રંદ સાથે હોબાળો મચાવ્યો હતો. ર્ડાક્ટરની બેદરકારીના કારણે આ બનાવ થયાનો આક્ષેપ મૃતકના ભાઇએ કર્યો હતો.

પાટણના બડવાવાડામાં રહેતાં રાજેશકુમાર મહાસુખલાલ મોદી (૪૪) દશ દિવસ પહેલા ઘર આગળ મોટર સાઇકલ ઉભુ રાખવા જતાં લપસી પડયા હતા. જેમને રીક્ષામાં ર્ડાક્ટર હાઉસમાં લઇ જઇને ર્ડા. વિશાલ મોદી પાસે સારવાર કરાઇ હતી. બાદમાં બપોરે રજા આપી દીધી હતી અને પરત ઘરે લાવતાં રાજેશકુમારને શ્વાાસની તકલીફ થતાં છાતીમાં દુ:ખાવો થયો હતો અને પરત ર્ડા. વિશાલ મોદીના દવાખાને લઇ જવાયા હતા. તેમનો જમણો પગ કાળો પડી જતાં ર્ડાક્ટર હાઉસમાં કિરણભાઇ ઠક્કરે દવા કરી હતી ત્યારબાદ પાટણમાં જ ર્ડા. કમલ ગુપ્તાની હોસ્પિટલમાં સારવાર કરાઇ હતી. પરંતુ તબિયત ન સુધરતાં તેમને અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

જ્યાં સ્ટર્લીગમાં ર્ડાક્ટરે કેસમાં રીકવરી આવે તેમ નથી એમ જણાવતાં પરિવારજનો દ્વારા રાજેશકુમારને ૯મેના રોજ સાંજે પાટણ જનતા હોસ્પિટલમાં લાવી દાખલ કરાયા હતા. જ્યાં તબીબ દ્વારા રાજેશકુમાર મહાસુખલાલ મોદીને મૃત જાહેર કર્યા હતા. મૃતકની લાશને ધારપુર હોસ્પિટલ લઇ જવાઇ હતી અને રવિવારે પેનલ ર્ડાક્ટરથી પીએમ કરી મૃતદેહ પરિવારજનોને. સોંપાયો હતો. આ અંગે મૃતકના ભાઇ તેજશકુમાર મહાસુખલાલ મોદીએ આ બનાવ ર્ડાક્ટરની બેદરકારીના કારણે બનેલ હોવાનો આક્ષેપ સાથે એ ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોત નોંધ કરાવી હતી. મૃતકના ભાઇ તેજશકુમાર મોદીએ ર્ડાક્ટર હાઉસના ર્ડા વિશાલ મોદીની બેદરકારીના કારણે આ બનાવ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

મોતનું કારણ પીએમ રિપોર્ટ આવ્યેથી ખબર પડશે : તપાસકર્તા
તપાસકર્તા હેડ કોન્સ્ટેબલ રમેશભાઇએ જણાવ્યું હતું કે, મૃતકની લાશનું પોલીસ દ્વારા વીડીયોગ્રાફી કરાઇ છે રવિવારે ધારપુરમાં બે તબીબ દ્વાર પીએમ કરાયું છે. મૃતકના વિશેરા લેવાયા છે જે ફોરેન્સિક તપાસમાં મોકલાશે. મૃતકના મોતનું કારણ રિપોર્ટ આવ્યેથી નક્કી થશે હાલ બેદરકારી ન કહી શકાય. હાલ અકસ્માત મોત નોંધ કરાઇ છે.

કોઇ બેદરકારી નથી, આક્ષેપ પાયા વિહોણા : ર્ડાક્ટર
ગત ૩૦મી એપ્રિલે દર્દી આવ્યા હતા જેમને થાપાના ગોળાનું ફ્રેક્ચર હતું. આ દર્દીની હિ‌સ્ટરી તપાસતાં હૃદય, કિડની અને લિવરની તકલીફ હતી જેની દવાઓ ચાલુ હતી. ફિઝિશિયન ર્ડા. કિરણ ઠક્કરને બોલાવી રિપોર્ટ કરાવ્યા એ ર્નોમલ આવ્યા પછી થાપાના ગોળાનું ઓપરેશન કરાયું છે. જૂની બિમારીના કારણે એનેસ્થેસીયા આપવાનું જોખમ હતું. દર્દીના સગા બધા જ પ્રકારના જોખમથી માહિ‌તગાર હતા અને તેમની સહી પરવાનગીથી ઓપરેશન કરાયું હતું અને પછી દર્દીને હોસ્પિટલની કોઇ તકલીફ ન હતી ત્યારબાદ લોહીના રિપોર્ટ ર્નોમલ આવ્યા હતા અને ટાંકાનું ડ્રેસીંગ સારુ હોવાથી પમેના રોજ દર્દીને રજા આપવામાં આવી હતી તેમ ર્ડાક્ટર હાઉસના ઓર્થોપેડિક તબીબ ર્ડા. વિશાલ મોદીએ જણાવ્યું હતું.