• Gujarati News
  • Patan District Panchayat Important Committees The Power To Pro Navoditone

પાટણ જિલ્લા પંચાયતની મહત્વની કમિટીઓની સત્તા નવોદિતોને ફાળે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લા પંચાયતની ચાર સમિતિઓની મુદત પૂર્ણ થતાં તાજેતરમાં સમિતિઓના સભ્યોની રચના કરવામાં આવી હતી. જેમાં મંગળવારે બપોરે જિલ્લા પંચાયત ખાતે મહત્વની ગણાતી કારોબારી અને બાંધકામ સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં બંને સમિતિઓમાં ભાજપે જ્ઞાતિવાદી સમીકરણ સાથે નવા ચહેરાઓને ચેરમેનની તક આપી હતી. શીતલબેન ચૌધરીને કારોબારી અધ્યક્ષ અને શંકરભાઇ આયરને બાંધકામ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે.

મંગળવારે પ્રથમ કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે કાન્તીભાઇ દેસાઇની નિયુક્તિ કરવામાં આવી હતી. બાદમાં તેમણે મિટિંગનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં સદસ્ય લીલાબેન ઠાકોરે પક્ષનો મેન્ડેટ ધ્યાને રાખીને કારોબારી સમિતિના અધ્યક્ષ માટે ધિણોજ બેઠકના શીતલબેન જિજ્ઞેશભાઇ ચૌધરીની દરખાસ્ત કરી હતી.
જેમની દરખાસ્તને લવજીભાઇ મકવાણાએ ટેકો આપતાં સવૉનુમતે શીતલબેન ચૌધરીની કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિમણુંક કરાઇ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રવિશંકર, ડેપ્યુટી ડીડીઓ એમ.સી.રાવલ અને પટેલ, પક્ષના નેતા એ.જે.પટેલ, ઇશ્વરભાઇ પટેલ, ભાવેશ દેસાઇ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બાંધકામ સમિતિના ચેરમેનની વરણી થઇ
બાદમાં બાંધકામ શાખામાં બાંધકામ સમિતિની બેઠક મળી હતી. તેમાં ચેરમેન માટે પક્ષના મેન્ડેડને ધ્યાને રાખીને ભાવેશ દેસાઇએ કમાલપુર બેઠકના શંકરભાઇ લગધીરભાઇ આયરની દરખાસ્ત કરી હતી. તેને સદસ્ય ઇશ્વરભાઇ પટેલે ટેકો આપતાં સવૉનુમતે શંકરભાઇ આયરની વરણી કરવામાં આવી હતી.

પાર્ટીનો નિર્ણય છે તે યોગ્ય છે
પાટણ જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિની રચના થઇ ત્યારથી મંગળવારે મળેલી સમિતિની બેઠક સુધી ચેરમેન તરીકે સિનિયર નેતા ઇશ્વરભાઇ પટેલની ચર્ચાઓ ચાલતી હતી. મોટાભાગના નેતાઓનેપણ ઇશ્વરભાઇ ચેરમેન બનશે તેવી ગણતરી હતી. પરંતુ પક્ષનો મેન્ડેડ ખૂલતાં બધાની ગણતરીઓ ખોટી પડી હતી. આ અંગે સદસ્ય ઇશ્વરભાઇ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને કોઇ વસવસો નથી જે થયું તે સારુ થયું છે પાર્ટીનો નિર્ણય છે તે યોગ્ય જ છે.

ભાજપે નો રિપિટ થીયરી અપનાવી
કારોબારી અને બાંધકામ સમિતિના ચેરમેનની ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ પ્રમાણે સદસ્યોએ વરણી કરી હતી. જેમાં જ્ઞાતિવાદી સમીકરણ સાથે નવા ચહેરાઓને તક આપીને નો રપિીટ થીયરી અપનાવવામાં આવી છે.

નાના સમાજોને પણ ભાજપ પ્રાધાન્ય આપે છે : પ્રમુખ
આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઇ પટેલે જણાવ્યું હતું કે, પક્ષ નાના સમાજોને પણ પ્રાધાન્ય આપે છે. આગામી ૧૧ ફેબ્રુઆરીએ આરોગ્ય સમિતિના ચેરમેનની વરણી થશે.