• Gujarati News
  • Patan District Facilities, Estimated At Approximately 400 Million Kharcase

પાટણ જિલ્લામાં સુવિધાઓ પાછળ અંદાજે ૪૦૦ કરોડ ખર્ચાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અંદાજે રૂ. ૪૮૪.૬૨ કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર
ઇમારતો, બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને સમાજ કલ્યાણ પાછળ મહત્વપૂર્ણ જોગવાઇઓ

પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બુધવારે જિલ્લા પંચાયતનું ૨૦૧ર-૧૩ના વર્ષનું સુધારેલુ અને ર૦૧૩-૧૪ના વર્ષનું રૂ. ૪૮૪.૬૨ કરોડના બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. ૯૧.પ૩ કરોડની પુરાંત દર્શાવાઇ છે. વર્ષના બજેટમાં કૃષિ, પશુપાલન, સમાજ કલ્યાણ અને પ્રાથમિક શિક્ષણ સહિ‌તની અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જોગવાઇઓ કરાઇ છે.

જિલ્લા પંચાયતના સ્વર્ણિમ ભવનમાં બપોરે ૧ કલાકે મળેલી સામાન્ય સભામાં અધ્યક્ષસ્થાનેથી પ્રમુખ મોહનભાઇ પટેલે જિલ્લા પંચાયતનું સને ૨૦૧૨-૧૩ના વર્ષનું સુધારેલું અને ર૦૧૩- ૧૪ના વર્ષનું રૂ. ૪,૮૪,૬૨,૧૧,૦૦૦નું તૃતિય બજેટ રૂ.૯૧,પ૩,૭૪,૦૦૦ની પુરાંતવાળું રજૂ કરતાં સર્વાનુમતે મંજૂર કરાયું હતું. જેમાં જિલ્લા પંચાયત સ્વભંડોળની આવકની ૧૦ ટકા રકમ સિલક રાખીને વિવિધ પ્રવૃતિઓ પાછળ નાણાં ખર્ચવાની જોગવાઇ કરાઇ છે.

બજેટમાં ૨૦૧૩-૧૪ના વર્ષમાં રૂ.૩,૯૨,૬૧,૪પ,૦૦૦ની આવક અંદાજવામાં આવી છે. જેમાં સ્વભંડોળમાં ૧,૬૬,૦પ,૦૦૦ની આવકનો અંદાજ મૂકાયો છે. સામે આ વર્ષે રૂ. ૩,૯૩,૦૮,૩૭,૦૦૦નો ખર્ચનો અંદાજ મૂકાયો છે. જેમાં સ્વભંડોળમાંથી રૂ.૨,૧૨,૯૭,૦૦૦નો ખર્ચ અંદાજયો છે.

સ્વભંડોળમાંથી કયા ક્ષેત્રમાં કેટલો ખર્ચ કરાશે
સ્વભંડોળમાં શિક્ષણ પ્રવૃતિ ક્ષેત્રે રૂ. ૩૨.૮પ લાખનો ખર્ચનો અંદાજ મૂકાયો છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં વાંચનાલયમાં પુસ્તકો, સીડી, શાળા ઉપયોગી ફોર્મ વગેરેની ખરીદી કરવાનું આયોજન કરાયું છે. પંચાયત પ્રવૃતિમાં પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ. ૧૭ લાખની જોગવાઇ કરવામાં આવી છે. જિલ્લામાં આયુર્વેદ અને એલોપેથિક દવાખાના ચલાવવા અને નિભાવવા માટે વિવિધ પ્રવૃતિઓ દવા ખરીદી, પોલિયો કેમ્પ, કુટુંબ કલ્યાણ પ્રચાર, ધૂમ્રપાન, એઇડ્સ વિરોધી ઝુંબેશ વગેરે માટે રૂ.૧ લાખની જોગવાઇ કરવામાં આવી છે. ખેતીવાડી ક્ષેત્રે પ લાખનો અંદાજ મૂકાયો છે. પશુપાલનની વિવિધ પ્રવૃતિઓ અને પ્રોત્સાહન યોજનાઓ માટે રૂ. ૩.૯૦ લાખની જોગવાઇ કરાઇ છે. સમાજ કલ્યાણક્ષેત્રે રૂ. ૧પ લાખનો અંદાજ મૂકાયો છે.

પાછલા વર્ષમાં પાટણ જિલ્લાને શું મળ્યું
- પાંચ સામૂહિ‌ક આરોગ્ય કેન્દ્ર બનાવાયા
- ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યા
- પશુઓની સારવાર માટે ચાર એમ્બ્યુલન્સ વાન અપાઇ
- ખેડૂતોને બિયારણ સહિ‌તની વિવિધ સહાય અપાઇ
- ૮પથી વધુ ગામોમાં તળાવો ઉંડા કરાયા
- ૪૨ ગામોના તળાવોમાં નર્મદાનું પાણી ભરાયું
- જિલ્લામાં રપ૦થી વધુ ચેકડેમો બનાવાયા
- ૭૬ રાજીવ ગાંધી ભવનો બનાવાયાં

વધુ અહેવાલ આગળ વાંચો...