• Gujarati News
  • Patan District During The Summer Launch Of The Water Bumarada

પાટણ જિલ્લામાં ઉનાળાના આરંભે જ પાણીની બૂમરાડ, દુષ્કાળના એંધાણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણના સરહદી વિસ્તારોમાં પાણીના પોકાર પડયા : સાંતલપુર-સમીના અસંખ્ય ગામોમાં પાણી નિયમિત ન મળવાની ફરિયાદો યથાવત
દર વર્ષની જેમ પાણી પુરવઠા તંત્ર દ્વારા રૂ. ૨૯.૮૩ કરોડનો માસ્ટર પ્લાન ઘડીને મંજૂરી માટે મોકલ્યો
: કાગળ પરની કવાયતો પાણીની સમસ્યાનો કાયમી હલ લાવવામાં નિષ્ફળ


ઉનાળાનો પ્રારંભ થતાં જ રણકાંઠાના સમી અને સાંતલપુર પંથકના ગામોમાં પીવાના પાણી માટે પોકારો પડવા લાગ્યાં છે. આ વિસ્તારની પ્રજાને દર વર્ષે ઉનાળામાં પીવાના પાણી માટે વલખાં મારવાં પડે છે. છતાં કોણ જાણે કેમ કાયમ માટે પાણીના પ્રશ્નોનું નિરાકરણ આવતુ નથી. પાણી પુરવઠા તંત્ર પ્રજા માટે પીવાના પાણીની વ્યવસ્થાના કાગળો પર ઘોડા દોડાવે છે. પરંતુ વાસ્તવમાં પાણીની સમસ્યાનો હજુ કાયમી ઉકેલ આવ્યો નથી. છેવાડાના ગામોમાં અનિયમિત અને અપૂરતુ પાણી મળતુ હોવાથી લોકોને પાણી માટે ફાંફા મારવા
પડે છે.

જિલ્લાના છેવાડાના સાંતલપુર અને સમી પંથકના ગામોના લોકોની કમનસીબી છેકે, પીવાના પાણી માટે ફાંફા મારવા પડે છે. પ્રજાને તળાવોમાં કૂવા ખોદીને કે ટેન્કરો મારફતે પીવાનું પાણી મેળવવું પડતું હોય છે. વરવી વાસ્તવિકતા એ છેકે કેટલાય ગામો લોકોને તળાવ, કેનાલના પાણી પીને બિમારીનો ભોગ બનવું પડે છે.

ગ્રામીણ મહિ‌લાઓને ઉનાળાના ધોમધખતી ગરમીમાં ખેતરો ખૂંદીને પીવાનું પાણી ભરવું પડતું હોય છે. ત્યારે વિકાસની વાતો કરવાવાળા નેતાઓ અને એરકન્ડીશનર ચેમ્બરોમાં બેસીને કાગળ પર પાણીની વ્યવસ્થાના ઘોડા દોડાવતાં અધિકારીઓ માટે શરમજનક પરિસ્થિતિ મનાય છે. છતાં છેવાડાના વિસ્તારોની પ્રજા, પશુઓ માટે પાણીની કાયમી વ્યવસ્થા આકાર પામી નથી.

વધુ અહેવાલ આગળ વાંચો...