• Gujarati News
  • Patan District Akhatrije At Weddings And Shopping Dhamadhamata

પાટણ જિલ્લામાં અખાત્રીજે લગ્નો અને ખરીદીનો ધમધમાટ રહ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અખાત્રીજના શુભ મૂહુર્તે પાટણ શહેર સહિ‌ત જિલ્લાભરમાંથી લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી હતી. જ્યારે સોના-ચાંદીની દુકાનો પર પણ ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. તો ફુલબજારમાં તેજી આવી ગઇ હતી. મંડપ ડેકોરેશન, બેન્ડવાજા અને ગોર મહારાજોની બોલબાલા હતી.

અખાત્રીજના વણજોયા મૂહુર્તે પાટણ શહેર સહિ‌ત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લગ્નની મોસમ પૂરજોશમાં ખીલી ઉઠતાં ગામે ગામ લગ્નોની ભરમાળ જામી હતી. તો વિવિધ સમાજના સમૂલહગ્નો પણ યોજાયા હતા. આખો દિવસ ઢોલના ધબકારે અને શરણાઇઓના સૂરથી લગ્નસરાની મોસમ ખીલી હતી. અખાત્રીજે સોના-ચાંદીની ખરીદીને પણ લોકો શુભ માને છે. જેથી પાટણમાં જ્વેલર્સો પર ખરીદી માટે લોકોની ભીડ જામી હતી. શહેરમાંથી સોમવારે અંદાજે પ૦ લાખથી વધુની સોના-ચાંદીની ખરીદી થઇ હતી તો ફુલ બજારમાં તેજી આવી હતી.

આગળ વાંચો...

સિદ્ધપુર પંથકમાં ર૦૦થી વધુ લગ્નો થયાં
મુંબઇ-સુરતના ઉંચા ભાડા ચૂકવાયા
ફુલ બજારમાં તેજી, ફુલોની ર્શોટેજ ઉભી થઇ
સિદ્ધપુરમાં અખાત્રીજે ૨૭ લાખના ઘરેણાનો વેપાર