તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોપિંગ સેન્ટરમાં મજૂરી કામ દરમિયાન ભેખડ ધસી પડતાં એકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કડી હોસ્પિટલ ખાતે તાત્કાલીક ખસેડવામાં આવ્યા
કડીના કરણનગર રોડ સ્થિત થોળ રોડ બાયપાસ રોડ પર નવિન શોપિંગ સેન્ટરના બાંધકામ દરમિયાન ભેખડ ધસી પડતાં એક પરપ્રાંતિય મજૂરનું ગુંગળાઇને મોત નિપજેલ છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોનો સારવાર અર્થે ખસેડી કડી પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે. કડીના કરણનગર રોડ સ્થિત થોળ રોડથી બાયપાસ કરણનગર રોડને જોડતા રોડ પર એક નવિન આકાર પામી રહેલ શોપિંગ સેન્ટરમાં બુધવારે સવારે આઠેક વાગ્યાના અરસામાં સેન્ટીંગનું કામ પરપ્રાંતના ત્રણ મજૂરો પર કામકાજ દરમિયાન સાડા આઠેક વાગ્યાના અરસામાં ખોદકામ કરેલ હોઇ માટીની ભેખડ ધસી પડતાં ત્રણ મજૂરો દટાઇ ગયેલ દરમિયાન એક મજૂરનું માટીની ભેખડ નીચે દટાઇ જવાથી ગૂંગળાઇને મોત નિપજેલ જ્યારે અન્ય બે મજૂરો ઇજાગ્રસ્ત હાલતમાં બહાર નીકળતા તાત્કાલીક તેમને કડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ જ્યારે મરણ ગયેલ મજૂરનું સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવી લાશ પરિવારજનોને સોંપી કડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
- ઇજાગ્રસ્ત મજૂર
૧. જસવંતભાઇ બુધાભાઇ ભીલ
૨. જયંતિભાઇ મંગાભાઇ ભીલ
રહે બન્ને કાસુડી, જાફરાબાદ તા. ગોધરા જિ. પંચમહાલ
- મરણ ગયેલ મજૂર
લક્ષ્મણભાઇ રઇજીભાઇ ભીલ ઉ.વ. ૪પ
રહે કાસુડી, જાફરાબાદ, તા. ગોધરા જિ. પંચમહાલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો