મુખાદના મેળાની તડામાર તૈયારીઓ શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-મુખાદના મેળાની તડામાર તૈયારીઓ શરૂ
-સરસ્વતી નદીના કિનારે ભરાતાં મેળામાં ગુજરાતભરમાંથી મોઢ મોદી સમાજ ઉમટી પડશે
સિદ્ધપુરમાં સરસ્વતી નદીના સામે કિનારે બ્રહ્માંડેશ્વર મહાદેવ નજીક ઢગલાબાપજીનો પરંપરાગત ભરાતો મુખાદનો મેળો કારતક સુદ આઠમથી અગિયારસ સુધી યોજાશે. જેમાં મોઢ (ઘાંચી) સમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે. મંડપ તેમજ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થઇ રહી છે.
મોઢ (ઘાંચી) સમાજના પાટણના રહીશ જયેશભાઇના જણાવ્યા પ્રમાણે આશરે ઘણા વર્ષો પૂર્વે વડવાઓ દ્વારા સરસ્વતી નદીને તટે આવેલ ઢગલાબાપજીના મંદિરે કારતક સુદ આઠમથી વિશાળ સંખ્યામાં મોઢ (ઘાંચી) સમાજના પાટણ, અમદાવાદ, બરોડા, સુરત, નવસારી સહિ‌તના શહેરમાંથી પરીવારોના બાધા-આખડી તેમજ બાબરી જેવા પ્રસંગો સમાજની ઉપસ્થિતિમાં ચાર દિવસીય મેળા દરમિયાન કરવામાં આવે છે.
વર્ષો પહેલા આ ભૂમિ પરિસરમાં ઠંડી સહન કરી વડીલો ધાર્મિ‌ક વિધિ કરતા હતા. આજે સમય અનુરૂપ વિશાળ મંડપ, પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જેથી સમાજના લોકોને મુશ્કેલી પડતી નથી. ઉલ્લેખનીય છેકે, શહેરીજનો સહિ‌ત અવારનવાર યાત્રિકો ઢગલાબાપજીના મંદિરેથી પોતાનું વર્ષ સુખરૂપ પસાર થાય, આર્થિ‌ક મુશ્કેલી તેમજ તંદુરસ્તી જળવાઇ રહે તેવાં આશિષ મેળવી ધન્યતા અનુભવે છે.