તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડીના જ્યોતિષે કેનાલમાં પડતું મૂક્યું, પણ પોલીસે બચાવી લીધો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના વિડજ ગામના યુવાને પીરોજપુરા નજીક કેનાલમાં અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું. જોકે, તેની તુરત જાઇ થતાં લોકો અને પોલીસની મદદથી તેને કેનાલમાંથી અર્ધબેભાન અવસ્થામાં બહાર કાઢી દવાખાને સારવાર માટે મોકલી અપાયો હતો. વિડજના વતની અને જ્યોતિષ તેમજ હપ્તાવાળી સ્કીમોના ધંધાર્થે કડીમાં સ્થાયી થયેલા નવિનભાઇ રસિકલાલ મહેતા (૩પ)એ અગમ્ય કારણોસર શુક્રવારે બપોરે બે વાગ્યે પીરોજપુરા નજીક કેનાલના પાણીના પ્રવાહમાં પડતું મૂકયું હતું.

આ સમયે ત્યાંથી પસાર થતાં લોકો જોઇ જતાં તેને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં દોડી આવેલા એએસઆઇ અશોકકુમાર સહિ‌ત સેકન્ડ મોબાઇલ વાનના સ્ટાફે ભારે જહેમત બાદ કેનાલમાંથી આ યુવાનને જીવતો અર્ધબેભાન હાલતમાં બહાર કાઢયો હતો અને કડી બાદ વધુ સારવાર માટે મહેસાણા ખસેડાયો હતો. આ બનાવ અંગે કડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધપાત્ર છે કે, આ ઘટના અંગે પોલીસે જાણ કરી છતાં ૧૦૮ વાન નહીં આવતાં લોકોમાં કચવાટ જન્મ્યો હતો.

- યુવાન ૧૦ દિવસથી ગુમ હતો

નવિન મહેતા જ્યોતિષની સાથે ડ્રોની સ્કીમો ચલાવતો હતો. જે ડ્રો સ્કીમનો વ્યવહાર ખોરવાઇ જતાં છેલ્લા દશ દિવસથી અગમ્ય કારણોસર કડી છોડી દીધું હતું અને ત્યાર બાદ છેલ્લા બે દિવસથી શહેરમાં દેખાતાં ડ્રો સ્કીમના ગ્રાહકોની ભીંસને લઇ કેનાલમાં પડવાનું તરકટ રચ્યું હોવાની લોકચર્ચાએ જોર પકડયું હતું.