તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈનતીર્થ ખાતે નગરનુ ભવ્ય લોકાર્પણ, સામૈયામાં ઉમટ્યાં તપસ્વીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શંખેશ્વરમાં જૈનાચાર્યના પ્રવેશ-સામૈયા સાથે મહોત્સવનો પ્રારંભ
- જૈનાચાર્યે પાર્શ્વ-રામસૂરિનગરમાં પ્રવેશ કર્યો
- લોકાર્પણ મહોત્સવના પ્રારંભ સાથે ૩૦૦૦ ઉપરાંત અઠ્ઠમતપના તપસ્વીના અત્તરવાયણા
જૈનતીર્થ શંખેશ્વર ખાતે કાયાકલ્પ કરાયેલા નગરના ભવ્ય લોકાર્પણ પ્રસંગે આયોજિત પાંચ દિવસના મહોત્સવનો શિવરાત્રીથી પ્રારંભ થયો હતો. પૂ. તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત અભયદેવસૂરિ મહારાજા, પૂ. ગણીવર્ય મોક્ષરત્ન વિજયજી મ.સા. આદિ સાધુ-સાધ્વીજી ભગવંતો, ૩૦૦૦થી પણ વધારે અઠ્ઠમતપના આરાધકોનો સકલ સંઘ શંખેશ્વર ગામ પંચાયતના સરપંચ સદસ્યો ગ્રામજનો સાથે સવારે ૧૦ કલાકે ભવ્ય પાર્શ્વ-રામ નગરીમાં પ્રવેશ થયો હતો.
મહોત્સવના પ્રારંભ સાથે ગુરુવારે સવારે ૧૧ કલાકે પાર્શ્વ રામનગરીમાં ભગવાનની અંજનવિધિ માટે પ્રવેશ કુંભ સ્થાપના વિધિ, પદ્માવતી મહાપૂજન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂ. જૈનાચાર્ય અભયદેવસૂરિશ્વરજી મહારાજાએ હજારો શ્રોતાઓને મહામાંગલિક સભળાવી આર્શીવાદ પાઠવ્યા હતા. સાંજે અઠ્ઠમતપના તપસ્વીઓના અત્તરવાયણા થયા હતા. શુક્રવારથી રવિવાર સુધી તપસ્વીઓ અઠ્ઠમતપ કરશે જ્યારે શુક્રવારે જાપ ૩૦૦૦ અઠ્ઠમતપના પચ્ચખાણ શંખેશ્વર દાદાના જિનાલયની ચૈત્યપરીપાટી અને ભક્તિ ભાવના યોજાશે.
વધુ તસવીર માટે ફોટો સ્લાઈડ કરો..

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો