• Gujarati News
  • Last Journey Of Three Student In Patan Accident Death

એક સાથે નીકળી ત્રણ છાત્રોની અંતિમયાત્રા, હિબકે ચઢ્યું આખું ગામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ત્રણ છાત્રોની અંતિમયાત્રામાં માસા ગામ હિ‌બકે ચઢયું
- પ્રવાસમાં ગયેલા પ્રા.શાળાના છાત્રોને દ્વારકા પાસે નડેલા અકસ્માતનો મૃત્યુઆંક પાંચ થયો
- ઇજાગ્રસ્ત વધુ એક છાત્રનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
હારીજ તાલુકાના માસા ગામથી પ્રાથમિક શાળાના બાળકો શિક્ષકો સાથે લક્ઝરીમાં સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળતાં હતા. ત્યારે માર્ગમાં યમદૂત બનેલી આઇશર ગાડીએ લક્ઝરીને ટક્કર મારતાં સર્જા‍યેલ અકસ્માતમાં એક શિક્ષક અને ત્રણ છાત્રના મોત નીપજ્યાં હતા. જેમાં વધુ એક છાત્રનું સારવાર દરમિયાન મોત થતાં અકસ્માતનો મૃત્યુઆંક વધીને પાંચનો થયો હતો. જેમાં ત્રણ છાત્રના મૃતદેહને માંસા ગામમાં લઇ જવાયા હતા. જ્યાં એક સાથે ત્રણ બાળકોની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે સમગ્ર ગામ હિ‌બકે ચઢયું હતું. જ્યારે ગામમાં હૈયાફાટ રૂદન સાથે શોકની કાલીમા છવાઇ ગઇ હતી.
માસા પ્રાથમિક શાળાના સૌરાષ્ટ્ર ગયેલા વિદ્યાર્થીઓની લક્ઝરી બસને કલ્યાણપુર તાલુકાના નંદાણા નજદીક યમદૂત બની આવી રહેલુ આઇશર ટ્રકે પાછળથી ઓવરટેક કરતાં ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં એક બાળક અને પ્રાથમિક શિક્ષકનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યાં અન્ય ઇજાગ્રસ્ત છાત્રોને તાત્કાલીક ખંભાળીયા તેમજ જામનગર સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન વધુ ત્રણ છાત્રોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ ઘટનામાં ચાર છાત્રો અને એક શિક્ષક સહિ‌ત પાંચના મોત નીપજ્યાં હતા. જ્યારે ચાર છાત્રો જામનગર અને એક છાત્ર રાજકોટ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.
આગળ વાંચો અંતિમયાત્રામાં ઉમટ્યું ગામ..