તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Hospital Management Students Study More Than A Job Offer

હોસ્પિટલ મેનેજમેન્ટ અભ્યાસમાં વિદ્યાર્થીઓ કરતાં જોબ ઓફર વધુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- હોસ્પિટલ મેનેજમેન્ટ અભ્યાસમાં વિદ્યાર્થીઓ કરતાં જોબ ઓફર વધુ
- ખાનગી હોસ્પિટલો, કન્સલન્ટન્સી, સરકારી આરોગ્ય વિભાગમાંથી તક
પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા માસ્ટર ઓફ હોસ્પિટલ મેનેજમેન્ટના બે વર્ષના અભ્યાસમાં વિદ્યાર્થી હજુ છેલ્લા સેમેસ્ટરમાં હોય ત્યારથી જ તેને કેમ્પસમાં જ વિવિધ ઓર્ગેનાઇઝેશન તરફથી જોબ ઓફર મળવા લાગે છે. જેમાં જોબ મેળવવા ઉત્સુક વિદ્યાર્થીઓ કરતાં જોબ ઓફરોનું પ્રમાણ બમણાથી વધુ રહ્યું છે.
હોસ્પિટલ મેનેજમેન્ટમાં 40 બેઠકો પૈકી 20 બેઠકો મેટ પાસ વિદ્યાર્થીઓ માટે અને 20 બેઠકો મેડીકલ, પેરામેડીકલ કે મેડીસીનમાં પાસ થઇને આવતાં વિદ્યાર્થીઓ માટે હોય છે. જેમાં ચાર સેમેસ્ટરના અભ્યાસના
છેલ્લા છ મહિના ઇન્ટર્નશીપ કરતાં વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ સાથે જોબ ઓફર પણ કેમ્પસમાં આવતી થાય છે. ચાલુ વર્ષે આગામી મે સુધી અભ્યાસના ભાગરૂપે વિદ્યાર્થીઓની વિવિધ હોસ્પિટલ ઓર્ગેનાઇઝેશનમાં ઇન્ટર્નશીપ ચાલશે. જેમાં 27 વિદ્યાર્થીઓ કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે નોંધાયા છે.
તેની સામે વિવિધ હોસ્પિટલ ઓર્ગેનાઇઝેશનમાં 67 જોબ ઓફર આવી ગઇ છે. હજુ મે સુધી વધુ સંસ્થાઓની તકો વિદ્યાર્થીઓને મળશે. એટલે યુનિ.આ અભ્યાસક્રમના પ્રારંભથી વિદ્યાર્થીઓને ચોથા સેમેસ્ટરનું પરિણામ હાથમાં આવે તે પહેલા જોબની તક સળરતાથી ઉપલબ્ધ થઇ જાય છે.
પૂર્વ વિદ્યાર્થિની બિનલબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ મેનેજમેન્ટમાં દર વર્ષે કોર્પોરેટ, ગવર્નમેન્ટ હોસ્પિટલ, સંસ્થાઓ કેમ્પસમાં આવીને વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ આપે છે. ગત વર્ષે એનઆરએચએમમાં પ્રો. ઓફિસરની જોબ મળી છે.
ગયા વર્ષે 18 છાત્રોનું પ્લેસમેન્ટ થયું હતું
વિદ્યાર્થી ઇન્ટર્નશીપ કરતો હોય ત્યારથી જ વિવિધ ઓર્ગેનાઇઝેશન જોબ ઓફર કરવા લાગે છે. ગત વર્ષે રાજ્ય સરકાર કરતાં એનએચઆરએમમાંથી 18 વિદ્યાર્થીઓનું અહીંયાથી પ્લેસમેન્ટ થયું હતું. નામાંકીત હોસ્પિટલો હેલ્થકેર, કન્સલન્ટન્સી, ઇન્સ્યોરન્સ, એનજીઓ જેવા ક્ષેત્રોમાં એડમિનિસ્ટ્રેશન, મેનેજર, ડાયરેક્ટરની જગ્યા માટે અહીંયાથી વિદ્યાર્થીઓને સીધી જોબ ઓફરની તક મળે છે. રાજ્યમાં અહીંયા જ આ ગ્રાન્ટેબલ અભ્યાસ ચાલે છે તેમ જણાવ્યું હતું.
- ર્ડા. કે.કે.પટેલ, હોસ્પિટલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના કા. અધ્યક્ષ