તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુરમાં આભ ફાટ્યું, છ કલાકમાં સાડાસાત ઈંચ વરસાદ ખાબક્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાધનપુરમાં છ કલાકમાં ૭.પ ઈંચ વરસાદ, એક મોત

ચોમાસાએ અષાઢ અને શ્રાવણ માસ પૂર્વે જમાવટ કરી છે ત્યારે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘમહેર જારી રહી હતી. પાટણ જિલ્લાના રાધનપુરમાં છ કલાકમાં સાડા સાત ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. અહીં એક યુવાન તણાઇ જવા ઉપરાંત દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં બાળક સહિ‌ત બેનાં મોત થયા હોવાના અહેવાલ છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદે પોરો ખાધો હતો અને ક્યાંક સુર્યનારાયણે દર્શન આપ્યા હતા. ગુરૂવારે ગોરંભાયેલા રહેલા સૌરાષ્ટ્રના જૂનાગઢ અને જામનગર જિલ્લામાં અને કચ્છમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી. વાવણીના સમયે વરસાદ પડી જતાં કિસાનો ખુશખુશાલ બન્યા છે અને ખેતરોમાં હોંશભેર જોતરાઇ ગયા છે. વાવણીલાયક વરસાદ થવાથી પાકને ફાયદો થઇ શકશે. હવામાન ખાતાએ આ સાથે જ આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આગળ જુઓ વરસાદની રમઝટની તસવીરો