• Gujarati News
  • God, Dawood, Hitler, In Terms Of Politics Kavivrnda Adaphete Cadaya

ઇશ્વર, દાઉદ, હિ‌ટલર, રાજકારણ કવિવૃંદના શબ્દોની અડફેટે ચડયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઇ ઇચ્છાના પાળીયા ન કરાય શ્વાસ લેવાય છે પ્રાણ પોસાય છે તેનો આનંદ લો : પાટણમાં કવિ વૃંદે હાસ્યરસ સાથે છોડયા વ્યંગબાણ

ગુજરાતી સાહિ‌ત્યના લબ્ધ પ્રતિષ્ઠિ‌ત કવિવૃંદે શનિવારે રાત્રે પાટણવાસીઓને હાસ્યસભર શેર, ગઝલ, કાવ્યાશ્વાદ, કરાવીને ડોલાવી દીધા હતા. જેમાં હળવા અને ભારે વિષયો પણ આવરી લઇ શહેરના સાહિ‌ત્ય રસીકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

શહેરમાં મા'નો પરિવાર દ્વારા યુનિવર્સિ‌ટીના રંગભવનમાં શનિવારે રાત્રે હાસ્ય કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. ધારાસભ્ય રણછોડભાઇ રબારી અને મા'નો પરિવારના કે.સી.પટેલ, અશોકભાઇ વ્યાસ, દર્શકભાઇ ત્રિવેદી, હેમંત તન્ના, જયેશભાઇ પટેલે દીપ પ્રાગટય બાદ કાર્યક્રમને શુભારંભ કર્યો હતો. કવિ રાજેશ વ્યાસે જણાવ્યું હતું કે, પ્રથમ કવિ મુસાયરો અંબાજી માતાના જૂના મંદિરના ચાચર ચોકમાં થયો હતો. જેમાં ઇરાનથી આવેલી ગઝલોની રજૂઆત પણ થઇ હતી. ગુજરાતી ગઝલોએ ઉર્દુભાષાની જેમ જ સારી ઉંચાઇ પ્રાપ્ત કરી છે અને તેને અધ્યાત્મિક અને મા'ના આર્શીવાદ પણ મળ્યા છે. ગઝલો રજૂ કરતાં તેમણે શ્રોતાઓ અને પ્રશ્નો એજ ઉભા છે માત્ર વક્તાઓ અને ઉત્તર બદલાયા કરે છે તેવો વ્યંગ રાજકારણ પર કર્યો હતો.

યુવા કવિ ભાવેશ ભટ્ટે હવે ઇશ્વરને પણ ઇશ્વર થવામાં જોર આવે છે. કોઇ ઇચ્છાના પાળીયા ન કરાય, પવન જેમ વૈતરા ન કરાય, કોઇ પંખી માળો ન બાંધે તો વૃક્ષનો ઉઠાવ ક્યાંથી આવે જેવા મર્મ સ્પર્શી ઉદ્ગારોવાળી ગઝલોની મજા કરાવી હતી. તેમણે દાઉદ ઇબ્રાહીમ અને હિ‌ટલરને પણ યાદ કર્યા હતા. એક દીવો પ્રગટાવતાં ન આવડયો આમ આખુ શહેર સળગાવી દઉ જેવો વ્યંગ તેમના પર ફટકાર્યો હતો. હિ‌ટલર ચિત્રકાર બનવાના બદલે સંહારક બની ગયો હતો.

હસવું આવે ત્યારે બેફામ હસો, આંસુ આવે તો લુંછવું નહીં
કવિ કૃષ્ણ દવેએ તેમની આગવી શૈલીમાં મહાભારત એક માથાકુટ ગઝલમાં વિવિધ પાત્રોની ગાથાઓ વ્યંગાત્મક રીતે રજૂ કરી હસાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હસવું આવે તો બેફામ હસવું અને આંસુ આવે તો લુંછવું નહીં. આવો મિજાજ ધરાવતાં માણસો જ કંઇક કરી શકે છે તેમ જણાવ્યું હતું. કવિ મુસાફિર પાલનપુરીએ શ્વાસ લેવાય છે પણ પોસાય છે, દર્દ સહેવાય છે, કંઇ જ ન થાય તે જડતા છે. જે કંઇ થાય છે તેનો આનંદ લો તેવી સંવેદના શબ્દોથી ટપકાવી હતી.