તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Goa's Chief Suspended A Second Time, Showing The Cost Of CC Roads

સીસી રોડનો ખર્ચ બીજી વખત ઉધારતાં ગોવનાના સરપંચ સસ્પેન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સીસી રોડનો ખર્ચ બીજી વખત ઉધારતાં ગોવનાના સરપંચ સસ્પેન્ડ
- જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ
પાટણ : હારીજ તાલુકાના ગોવના ગામે બનાવવામાં આવેલા સીસી રોડનો ખર્ચ અગાઉના પૂર્વ સરપંચે ઉધારેલો હોવા છતાં વર્તમાન સરપંચે નાણાંકીય નિયમોનુસાર રેકર્ડની ચકાસણી કર્યા વગર તેજ કામનો રૂ. 99000નો ખર્ચ ગ્રામ પંચાયતમાં પાડતાં અને સરકારી નાણાંનું ચૂકવણું એકાઉન્ટ પે ચેકના બદલે રોકડથી કરતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વર્તમાન સરપંચને હોદ્દા પરથી દૂર કરી દેવાયાં છે.

હારીજના ગોવના ગામમાં વર્ષ 2011માં સીસી રોડ બનાવવામાં આવ્યો હતો અને તે રોડનો ખર્ચ અગાઉના સરપંચે 31 માર્ચ 2013ના રોજ વાઉચર નં-43થી 47 આધારે ગ્રામ પંચાયતમાં ઉધારવામાં આવ્યો હતો તેમ છતાં વર્તમાન સરપંચ સેંધાભાઇ હરગોવનભાઇ દેસાઇએ તેજ રોડનો રૂ. 99000નો ખર્ચ વાઉચર નં-6થી 10 આધારે ઉધારવામાં આવ્યો હતો.

સરપંચે નાણાંકીય નિયમોનું પાલન અને રેકર્ડની ચકાસણી કર્યા વગર ખર્ચ કર્યો હોવાથી અને એકાઉન્ટ પે ચેકથી ચૂકવણું કરવાની સરકારની જોગવાઇનો ભંગ કરીને સરપંચ તરીકે પંચાયત અધિનિયમની જોગવાઇઓ પ્રમાણે કાર્યો અને ફરજ બજાવવામાં કસૂર કરી હોવાનું જિલ્લા વિકાસ અધિકારી વી.એન. દેસાઇને જણાઇ આવતાં ડીડીઓએ ગોવના ગ્રામ પંચયતના સરપંચ સેંધાભાઇ કાનજીભાઇ દેસાઇને સરપંચના હોદ્દા પરથી દૂર કરવા માટે આદેશ કર્યો હતો.

રાજકીય કિન્નાખોરીથી આક્ષેપો થયા હતા: સરપંચ
સરપંચ સામે આક્ષેપો થતાં તેઓએ ખુલાસની તક માંગી હતી તેમજ સ્પષ્ટતામાં દલીલ કરી હતી કે, અગાઉના સરપંચે તેમને રેકર્ડ કે પાસબુક વગેરે સુપરત કરી નહોતી અને બાકી પેમેન્ટનો ચેક તેમણે મેળવ્યો હતો . વેપારીઅોને ઉશ્કેરણી કરીને ઉઘરાણી શરૂ કરાવતાં પ્રતિષ્ઠાના લીધે રકમ ઉછીની લાવીને ચૂકવણું કરાયું હતું જે પાછળથી ઉઘારવામાં આવ્યું હતું. તેઓ સામે રાજકીય કિન્નાખોરીથી આક્ષેપો થયા હોવાની દલીલ પણ કરી હતી. જોકે, ડીડીઓ દ્વારા સરપંચને કસૂરવાર ઠરાવવામાં આવ્યા હતા.