લવ કે લિયે કુછ ભી કરેગી : પ્રેમી માટે યુવતીએ પરિવારને ઝેર આપ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરિવારને ચામાં ઝેરી દવા પીવડાનાર પુત્રી સામે ફરિયાદ

પાટણ તાલુકાના વાયડ ગામની એક યુવતિને કાનોસણ ગામના એક શખ્સ સાથે લગ્ન કરવા હતા પરંતુ તે બંને જુદાજુદા સમાજના હોવાથી તેના કુટુંબીજનોએ વિરોધ કર્યો હતો કારણથી તેણીએ તેના પિતા અને પરિવારજનો સહિ‌ત ચાર સભ્યોને હાની પહોંચાડવાના ઇરાદે બે માસ અગાઉ ચામાં કપાસમાં છાંટવાની દવા ભેળવી પીવડાવી દીધી હતી અને તે પછી નાશી છૂટી હતી. આ મામલામાં તેણીના પિતાએ દીકરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વાયડના જાદવપુરા ગામના પોપટજી ચંદુજી ઠાકોરની દીકરી મંજૂલાબેનને કાનોસણ ગામના વિજયસિંહ ઉર્ફે લાલો રામજીજી સાથે લગ્ન કરવા હતા, પરંતુ આ બંનેના સમાજ અલગ હોવાથી મંજૂલાબેનના કુટુંબીજનોએ તેની સાથે લગ્ન કરવા બાબતે વિરોધ કર્યો હતો તેના કુટુંબીજનો તેના લગ્ન કોઇ કાળે વિજયસિંહજી ઠાકોર સાથે થવા દેશે નહીં તે કારણથી મંજૂલાએ તેના પિતા પોપટજી ઠાકોર સહિ‌ત પરિવારના ચાર સભ્યોને હાની પહોંચાડવાના ઇરાદે ચામાં કપાસમાં છાંટવાની દવા ભેળવી પીવડાવી દઇ નાસી ગઇ હતી. આ ઘટનાને બે માસ થયા છે પણ પોલીસ મંજૂલાબેનને પકડી શકી નથી.

આગળની તસવીરોમાં જુઓ તસવીરો યુવતીના પ્રેમી માટેના કારનામા..