યુનિ.માં એટીકેટી ધરાવતાં ૨પ૦૭ વિદ્યાર્થી‍ઓની૧પમી થી પૂરક પરીક્ષા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-વિવિધ ૨૦ ફેકલ્ટીમાં નાપાસ વિદ્યાર્થીઓની પુન:પરીક્ષા માટેના ફોર્મ નોંધણીની અવધી પૂર્ણ થતાં યુનિ.એ પરીક્ષા લેવા માટે તૈયારી શરૂ કરી

પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિ‌ટી દ્વારા વિવિધ ૨૦ ફેકલ્ટીમાં છેલ્લા સેમેસ્ટર તેમજ અનુસ્નાતકના ૨ અને ૪ સેમેસ્ટરમાં એટીકેટી પરિણામ આવ્યું હોય તેવા વિદ્યાર્થીઓ માટે આગામી ૧પ સપ્ટેમ્બરથી પૂરક પરીક્ષા યોજાનાર છે.જેમાં ૨પ૦૭ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપવા માટે ફોર્મ નોંધાવ્યા હોવાનું યુનિ.ના સૂત્રોએ જણાવ્યું હતું. યુનિવર્સિ‌ટી સંલગ્ન કોલેજોની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થી‍ઓ દ્વારા એટીકેટી સોલ્વ કરવા માટે પૂરતી પરીક્ષાની તક આપવા યુનિવર્સિ‌ટીમાં સમયાંતરે રજૂઆતો કરવામાં આવી હતી.જેને પગલે યુનિવર્સિ‌ટી સત્તાધિશો દ્વારા ચાલુ વર્ષે જુદી જુદી ૨૦ ફેકલ્ટીમાં રેગ્યુલર,સપ્લીમેન્ટરીએટીકેટી પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.
પરીક્ષા ફોર્મ સ્વિકારવાના ગત શનિવારે અંતિમ દિવસ સુધીમાં ૨પ૦૭ જેટલા વિદ્યાર્થી‍ નોંધાયા છે.જેમાં સૌથી વધુ બી.એ. સેમેસ્ટર-૬માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી ૧૧૦પ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.આ ઉપરાંત બી.એસ.સી,બી.કોમ,બી.બી.એ,બી.સી.એ,બી.આર.એસ અને એલ.એલ.બી ના સેમેસ્ટર-૬,એમ.એ,એમ.કોમ સેમેસ્ટર ૨ અને ૪ રેગ્યુલર,બી.એડ,એમ.એડ સેમેસ્ટર-૨,એમ.એસ.સી(સીએ એન્ડ આઇ.ટી) સેમ-પ અને૬ ની પૂરક પરીક્ષા લેવામાં આવશે.

હોમિયાપેથીમાં પ૦૦ જેટલા વિદ્યાર્થીઓ સપ્લીમેન્ટરી પરીક્ષા આપશે
બી.એચ.એમ.એસમાં ઘણા વિદ્યાર્થીઓ એક-બે વિષયમાં નાપાસ થતાં એટીકેટી પરિણામ આવેલાં છે. પરિણામમાં અન્યાય થયા અંગે અગાઉ વિદ્યાર્થીઓએ યુનિમાં રજૂઆત પણ કરી હતી.જોકે યુનિ. તંત્ર દ્વારા બી.એચ.એમ.એસના વિદ્યાર્થીઓની આગામી ૧પમી થી સપ્લીમેન્ટરી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં હોમિયોપેથીમાં એટીકેટી ધરાવતાં અંદાજે કુલ પ૦૦ જેટલા વિદ્યાર્થી સપ્લીમેન્ટરી પરીક્ષા આપશે.