• Gujarati News
  • Contact Stateless Least Six Villages Of The Water Hazard

રાધનપુર પંથકનાં સંપર્ક વિહોણાં છ ગામોમાં અનાજ પાણી નું સંકટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં હજુ પણ વહી રહેલુ પાણી જોઇ શકાય છે)
- રાધનપુર પંથકનાં સંપર્ક વિહોણાં છ ગામોમાં અનાજ પાણી નું સંકટ
- સતત ત્રીજા દિવસે પણ છ ગામોના લોકો નદીથી ઘેરાઇને કેદ થઇ ગયા


રાધનપુર : રાધનપુર પંથકમાંથી પસાર થતી બનાસનદીમાં આવેલા ઘોડાપુરથી છ ગામોનો સંપર્ક ખોરવાઇ ગયો હોવાથી રહીશોની ભારે બેહાલી સર્જાવા પામી છે. જેમાં ગુરુવારે પણ ગ્રામજનો અને તંત્ર નિરૂપાય રહ્યાં હતા. ત્રણ-ચાર દિવસથી હજારો લોકો ગામમાં જ ઘેરાઇ ગયા હોવાથી હવે અનાજ પાણી ખૂટવા માંડતાં હવે શું કરીશું તેવી વિમાસણ સર્જાઇ છે. ગુરુવારે બપોરે હળવો વરસાદ પણ થયો હતો. જેને લીધે પણ લોકોના જીવ ઊંચા થયાં હતા.

રાધનપુર તાલુકાના પેદાશપુરા, કરશનગઢ, ગડસઇ, ધોકાવાડ, બિસ્મીલ્લાગંજ તેમજ જોરાવર ગંજ વગેરે ગામો ધસમસતી બનાસનદીના પૂરના લીધે છેલ્લા ત્રણ દિવસથી તેઓનો સંપર્ક ખોરવાઇ ગયો છે. તંત્ર નદી પાર કરીને આ ગામોમાં જઇ શકતુ નથી. જોકે, ત્યાં કોઇ નુક્સાની સર્જાઇ નથી. પરંતુ અનાજ પાણીનો સ્ટોક ખૂટવા લાગતાં રહીશોને એકબીજા પરીવારોને અરસપરસથી મેળવવો પડી રહ્યો છેે પણ નદીમાં પાણી હજુ ત્રણ-ચાર દિવસ દોડતુ રહેશે તો તકલીફ સર્જાઇ શકે છે તેવું ગામજનોએ દિવ્યભાસ્કરને ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું.
વાંચો આગળ, ખાધા ખોરાકીનાં પણ ફાફા, પેદાશપુરા બે નદીઓની વચ્ચે ઘેરાયુ ....