• Gujarati News
  • Civil And Maternity Will Be Saving 70 Percent For Solar Energy In Patan Latest News

સિવિલ અને પ્રસૂતિગૃહમાં હવે સોલાર ઊર્જાથી વીજબિલમાં 70% બચત થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: છત પર સ્ટ્રકચર ગોઠવવાનું શરૂ )
-છત પર સ્ટ્રકચર ગોઠવવાનું શરૂ, 185 સોલાર પેનલ લાગશે
પાટણ:પાટણ સિવિલ હોસ્પિટલ અને પ્રસૂતિગૃહમાં હવે સૌરઉર્જાથી વીજ ઉપકરણો ચાલશે. આ માટે બંને સંકુલની વિશાળ છત પર કુલ 185 પેનલ લગાવાશે. હાલ સ્ટ્રક્ચર ફિટીંગ શરૂ કરાયું છે. આગામી એક મહિનામાં સોલાર એનર્જી કાર્યરત થતાં જ આ બંને સરકારી હોસ્પિટલના વીજબિલમાં 70 ટકાની બચત થશે.
સિવિલ હોસ્પિટલ છતની 1678.25 ચોરસ મિટર અને અંબાબાઇ પ્રસૂતિગૃહ છતની 788.28 ચોરસ મિટર જગ્યામાં સોલાર પેનલ લગાવાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત એજન્સી મારફતે હાલ આ બંને જગ્યાએ છત પર સ્ટ્રક્ચર ફિટ કરવામાં આવી રહ્યું છે અને આગમી એક મહિનામાં સોલાર પેનલો સાથે યુનિટ કાર્યાન્વિત થઇ જશે.

એજન્સીના પ્રો.સુપરવાઇઝર પ્રવિણ રાઠોડે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સોલાર પેનલોથી એક દિવસમાં 40 સિવિલ અને પ્રસૂતિગૃહમાં અને પ્રસુતિગ્રુહમાં 10 કીલોવોટ મળી કુલ 50કીલોવોટ સોલાર સિસ્ટમનો પ્રોજેક્ટ છે. જેનાથી આ બંને સંકુલોમાં હાલ આવતા વીજ બિલમાં 70 ટકાનો ઘટાડો થઇ શકશે. સૌરઊર્જાથી પંખા, ટ્યુબ લાઇટ, એસી, કોમ્પ્યુટર સહિતના સાધનો ચાલશે. આગામી એક મહિનામાં પ્લાન્ટ તૈયાર થઇ જશે.
આ અંગે વધુ વિગતો વાંચવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો..