સિદ્ધપુરમાં દશેરાએ શહેરીજનો ઉત્તરાયણની ઉજવણી કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પતંગોત્સવ મનાવવા પતંગ-દોરીની ધૂમ ખરીદી ચાલી )
- આજે ""કાપ્યો છે'ની બૂમોથી ધાબાઓ ગુંજી ઉઠશે
- દશેરાએ ઉજવાતો પતંગોત્સવ
સિદ્ધપુર: સિદ્ધપુરમાં દશેરાના દિવસે પતંગ ઉત્સવ ઉજવાતો હોવાથી જેને લઇને શહેરના દરેક ધાબા ઉપરએ કાપ્યો છે''ની આનંદોત્સવની ચીચીયારીઓ શુક્રવારે સવારથી ગુંજી ઉઠશે. ગુરુવારે પતંગોની દુકાનો તેમજ દોરી માંઝાવાળાને ત્યાં પડાપડી થવા પામી હતી. મોટા પ્રમાણમાં લોકો પતંગની સાથે ફાફડા-જલેબીની જયાફત ઉડાડશે.શહેરના જૂનાગંજ બજાર, જડીયાવીર, સ્ટેશન રોડ વિસ્તારમાં દોરી-પતંગની દુકાનો ખૂલી હોઇ બાળકોએ સવારથી જ લાઇનો લગાવી હતી. શુક્રવારે નોમ-દશમની તિથી હોવાથી ધાબાઓ ઉપર ડીજેના તાલે સાઉન્ડ સીસ્ટમ દ્વારા કાપ્યો છેની મધુર ધ્વનીથી ગુંજી ઉઠશે. ફાફડા-જલેબીનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોવાથી ઠેર ઠેર ચોકે ચોકે શહેરની અંદર દુકાનો ખૂલી છે.શહેર ઉપરાંત આસપાસના ગામોમાંથી છેલ્લે છેલ્લે પતંગ દોરી ખરીદવા લોકો ઉમટ્યા હતા. જો વરસાદી વિધ્ન નહીં નડે તો આકાશ પતંગોથી છવાઇ જશે. શહેરમાં એક લાખ કરતાં વધુ પતંગો બજારમાં વેચાઇ હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે.