BSCમાં કેન્દ્રીયકૃત પ્રવેશ લાગુ કરાતાં યુનિ.ની મેન્યુઅલ પ્રક્રિયા અધવચ્ચે બંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર દ્વારા તમામ યુનિ.ને બીએસસીમાં કેન્દ્રીયકૃત પ્રવેશ કાર્યવાહી કરવા સૂચના

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિ‌ટીઓને બીએસસીના અભ્યાસક્રમમાં કેન્દ્રીયકૃત પ્રવેશ કાર્યવાહી કરવા મંગળવારે પરિપત્ર કરાતાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિ‌ટી સંલગ્ન કોલેજોમાં છેલ્લા ચાર દિવસથી ચાલતી મેન્યુઅલી પ્રવેશ પ્રક્રિયા પર પાણી ફરી વળ્યું હતું. અત્યાર સુધી ઉ.ગુ.ની કોલેજમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ફોર્મ નોંધાવ્યા છે, તેમણે હવે પ્રવેશ મેળવવા નવેસરથી ઓનલાઇન ફોર્મ ભરવા પડશે. સરકારનો પરિપત્ર મળતાં બુધવારે યુનિવર્સિ‌ટી દ્વારા તમામ સાયન્સ કોલેજોને બીએસસીમાં પ્રવેશ માટે ફોર્મ વિતરણ સહિ‌ત પ્રવેશ પ્રક્રિયા બંધ કરવા સૂચના અપાઇ હતી. જેને પગલે કોલેજોએ પ્રવેશ પ્રક્રિયા થંભાવી દેતાં ફોર્મ ભરવા આવેલા વિદ્યાર્થીઓને ધક્કો પડયો હતો.

જુદીજુદી કોલેજો,યુનિવર્સિ‌ટીમાં વિદ્યાર્થીઓને બીએસસી પ્રવેશ સરળ બનાવવા રાજ્યના શિક્ષણ વિભાગે પ્રોફેશનલ ર્કોસીસનાં પ્રવેશની કાર્યવાહી કરી રહેલ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ર્કોષિ‌સનાં સોફટવેર સાથે સાંકળી યુનિવર્સિ‌ટી કક્ષાએ બીએસસીમાં કેન્દ્રીયકૃત પ્રવેશ કાર્યવાહીનો નિર્ણય કર્યો છે. ૯મીના રોજ રાજયની યુનિવર્સિ‌ટીઓના કુલપતિ સાથેની બેઠકમાં ચર્ચામાં સર્વાનુમતે નક્કી કરાયું હતું. ઘણા વિદ્યાર્થીઓ ઇજનેરી પ્રોફેશનલ ર્કોસીસનાં પ્રવેશની સાથે બીએસસીમાં પ્રવેશ માટે પણ અરજી કરતાં હોય છે. બીએસસીમાં કોઇ કેન્દ્રિ‌યકૃત પ્રવેશ પધ્ધતિ નહિ‌ હોવાથી દરેક વિદ્યાર્થીએ કોલેજ, યુનિ.માં જુદી જુદી અરજીઓ કરવી પડે છે. જે અસુવિધાયુકત અને ખર્ચાળ હોવાથી હવે ૨૦૧૪-૧પના
શૈક્ષણિક વર્ષથી કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઇ છે.

એડમિશન કમિટીના પ્રોગ્રામ મુજબ યુનિ. પ્રવેશ પ્રક્રિયા કરશે
ઉ.ગુ.યુનિવર્સિ‌ટી હવે સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનર્ભિર મળી ૩૮ કોલેજો, ડિવિઝન, બેઠકો સહિ‌તનો ડેટાબેઝ એસીપીસીને આપશે અને પ્રોગ્રામ તૈયાર કરીને યુનિ.ને આપશે તે મુજબ યુનિ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે. આ માટે ડેટાબેઝની તૈયારીઓ કરી હોવાનું યુનિવર્સિ‌ટીના સૂત્રોએ જણાવ્યું હતું.

કેન્દ્રીયકૃત પ્રવેશ સારી શરૂઆત : કુલપતિ

પહેલાં ચૂંટણીમાં સરકાર વ્યસ્ત હતી.પ્રવેશ પ્રક્રિયા માટે સોફટવેર બનાવવું વગેરેમાં સમય લાગતો હોય છે. વિલબ થયો પણ કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયાનો નિર્ણય સારો છે. સેન્ટ્રલ એડમિશન સિસ્ટમ અંગેની અમારી માનસિકતા હતી જ. હવે મેન્યુઅલ પ્રવેશ પ્રક્રિયા બંધ કરવા કોલેજોને જણાવી દીધું છે તેમ કુલપતિ ર્ડા.આર.એલ. ગોદારાએ જણાવ્યું હતું.

માત્ર પાટણ કોલેજમાંથી ચાર દિવસમાં ૧૭૯૮ ફોર્મનું વિતરણ

પાટણની ગ્રાન્ટેડ શેઠ એમ.એન.સાયન્સ કોલેજમાંથી ચાર દિવસમાં રૂ.૧૦૦ ભરીને ૧૪૪૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટેના ફોર્મ મેળવેલા છે. તેમજ આ સંસ્થાની સ્વનર્ભિર કોલેજમાં ૩પ૦ ફોર્મનું વિતરણ થયું છે. બુધવારે સૂઇગામથી પ્રવેશ માટે ફોર્મ ભરવા આવેલ નયન ચૈાહાણ, સિધ્ધપુરથી જીલ પટેલ સહિ‌તના વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા બંધ રહેતાં ધક્કો પડયો હતો.

વિદ્યાર્થીઓને ફોર્મ ફી પરત આપવા કોલેજોને સૂચના

કોલેજોમાંથી બીએસસી પ્રવેશ માટે જે વિદ્યાર્થીઓએ ફી ભરીને મેન્યુઅલી ફોર્મ મેળવ્યા છે તે વિદ્યાર્થીઓ ફોર્મ રજૂ કર્યેથી ફોર્મ ફી રીફંડ આપવા કોલેજોને સૂચના આપી હોવાનું કુલસચિવ ર્ડા. દીલીપભાઇ પટેલે જણાવ્યું હતું.

શિક્ષણ વિભાગે યુનિ.ને કઇ સૂચના આપી

-યુનિ. સંલગ્ન કોલેજોમાં ચાલતા બીએસસીમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને મુશ્કેલી નપડે તેવી સરળ પ્રવેશ પ્રક્રિયાના ભાગરૂપે યુનિવર્સિ‌ટીઓએ કેન્દ્રીયકૃત રીતે પ્રવેશ કાર્યવાહી કરવાની રહેશે.
-આ પ્રવેશ પ્રક્રિયામાં તમામ સરકારી, અનુદાનિત, સ્વનર્ભિર કોલેજોને સમાવવાની રહેશે.
-ટેકનિકલ અને સોફટવેર સર્પોટ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ર્કોષિ‌સ પૂરા પાડશે.
-જે તે કોલેજમાં પ્રવેશાર્થી વિદ્યાર્થીઓના એનરોલમેન્ટની કાર્યવાહી યુનિ.એ કરવાની રહેશે
-પ્રવેશ પ્રક્રિયામાં જેતે યુનિના પ્રવેશ સંબંધી નિયમો,જોગવાઇઓ અનુસરવાના રહેશે