• Gujarati News
  • Canal Cleaning Start Early Preparations For Rain Water Disposal

ચોમાસામાં પાણી નિકાલ માટે કેનાલ સફાઇની આગોતરી તૈયારીઓ શરૂ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણમાં આગામી ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા તંત્રએ આગોતરી તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરૂપે મંગળવારે જીવરાજપાર્કર્‍થી સિદ્ધિ સરોવર તરફ જતી કેનાલમાંથી ગંદકી ઉલેચીને સફાઇ શરૂ કરવામાં આવી હતી. જોકે, જીવરાજપાર્ક નજીક કેનાલ આગળ ખડકાયેલા ઢગલાનો નિકાલ ન કરાતાં આવાગમનમાં રહીશોને હાલાકી સર્જા‍ઇ હતી. પાલિકા તંત્રએ કેનાલમાં સફાઇ શરૂ કરી હતી. પરંતુ તરત ટ્રેક્ટર મારફતે કચરા નિકાલની વ્યવસ્થા કરાતાં કલાકો સુધી ઢગલા જૈસે થે હાલતમાં રહ્યા હતા.

શહેરમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે દિવસ દરમિયાન અલપઝલપ વાદળછાયુ વાતાવરણ સર્જા‍યેલું રહે છે. જોકે, અસહ્ય ઉકળાટથી શહેરીજનો પરસેવે રેબઝેબ થતાં હોય છે. આ દરમિયાન વાતાવરણમાં વાદળોથી બદલાયેલા મિજાજના પગલે પાલિકા તંત્ર દ્વારા ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે આગોતરી તૈયારીઓ શરૂ કરી છે.
પરંતુ આનંદ સાગરથી જીવરાજપાર્ક, લાલેશ્વર પાર્ક અને સિદ્ધિ સરોવર જતી કેનાલમાં ઝાડી ઝાખરા અને કચરાના ઢગ ખડકાયેલા છે. જે વરસાદી પાણીના નિકાલમાં અવરોધક બની શકે છે ત્યારે નગરપાલિકા દ્વારા મંગળવારે સવારથી જેસીબી મશીન કામે લગાડી જીવરાજપાર્કથી કેનાલમાં ગંદકી ઉલેચીને માર્ગ સાઇડમાં ઢગલા કરવામાં આવ્યા હતા અને સાંજ સુધી કેનાલ સફાઇની કામગીરી ચાલુ રહી હતી.

કેનાલની ગંદકી રસ્તામાં ઠલવાઇ, પસાર ક્યાંથી થવું
જીવરાજપાર્કથી લાલેશ્વર પાર્ક તરફ જતી કેનાલમાંથી કચરો કાઢી રસ્તામાં ઢગલો કરાયો હતો. રહીશ હરેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ કચરાનો તરત ટ્રેક્ટર મારફતે નિકાલ થાય એવી વ્યવસ્થા કરાઇ નહોતી. જેના કારણે લાલેશ્વરપાર્ક, ભોલેનાથ, સાંઇ બંગ્લોઝ, રાજનગર, શિવ વિહાર વગેરેના રહીશોને મુખ્ય માર્ગ પર આવવામાં હાલાકી સર્જા‍ઇ હતી.

સફાઇ થઇ પણ ઢગલા ક્યારે ઉપડશે?
જીવરાજપાર્કના વિઠ્ઠલભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કેનાલમાં ગંદુ પાણી આવતુ હોઇ અસહ્ય દુગ્ર્‍ાંધ રહેતી હોય છે. શહેરના અન્ય વિસ્તારોમાં જે રીતે સફાઇ કામગીરી થાય છે તેવી સફાઇ આ વિસ્તારમાં થતી નથી.

સવારે ટ્રેક્ટર નહોતા, બપોરથી કામે લગાવાયા
સવારે પાલિકાના બે ટ્રેક્ટર અન્યત્ર કામમાં રોકાયેલા હતા. બપોરે કેનાલના કચરાના નિકાલ માટે બે ટ્રેક્ટર કાર્યરત કરાયા હતા તેમ પાલિકા ઇજનેર કર્તિીભાઇ પટેલે જણાવ્યું હતું.