પ્રણયભંગ થતાં યુવતીને બ્લેક- મેલ કરનાર પ્રેમી સામે ફરિયાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્માના વસાઇપુરાના યુવક-યુવતીની ચોંકાવનારી પ્રેમકહાની
નિર્વસ્ત્ર તસવીરો, અભદ્ર મોબાઇલ રેકોર્ડિંગ જાહેર કરવાની ધમકી

ચાર આંખો મળી જતાં અને પ્રણયને પાંગરતા પણ પતા વાર લાગતી નથી પરંતુ તેમાં અલ્પવિરામ કે પૂર્ણવિરામ મૂકી દેવાનો વખત આવે ત્યારે ક્યારેક ગંભીર પરિણામો સહન કરવા પડતાં હોય છે. આવી એક ઘટના ચાણસ્મા તાલુકાના વસાઇપુરા ગામે પ્રકાશમાં આવી છે જ્યાં પ્રણયભંગ થતાં યુવકે તેની પ્રેમિકાની નિર્વસ્ત્ર તસ્વીરો અને મોબાઇલ પરની અભદ્ર વાતચીતનું રેકોડિંગ જાહેર કરી દેવાની ધમકી આપી યુવતીનું જ્યાં સગપણ થયું છે ત્યા પણ ભાંડો ફોડી લગ્ન થવા દેશે નહીં તેવી ધમકી ઉચ્ચારી હતી. તે પછી યુવતીનું સગપણ તૂટી જવા છતાં આ યુવકે યુવતીને બ્લેકમેઇલ કરવાની ચેષ્ટા કરતાં આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચી ગયો છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


વસાઇપુરા ગામની યુવતીને ડેરીમાં મંત્રી તરીકે ફરજ બજાવતો પરિણીત યુવક સંજય ગાંડાલાલ પટેલ સાથે આંખો મળી જતાં ત્રણ વર્ષ સુધી બંનેની પ્રેમ કહાની ચાલી હતી. પરંતુ જ્યારે યુવતીનું સગપણ દેદીયાસણ ખાતે થતાં હવે આપણા સબંધને પૂર્ણવિરામ મૂકવું જોઇએ. કહેતાં પ્રેમીએ બ્લેકમેઇલીંગ શરૂ કર્યું હતું.

યુવક અને યુવતીના પ્રેમસબંધોનો ઢંઢેરો પીટાઇ જતાં તેની જાણ યુવતીનું સગપણ દેદીયાસણ ગામે કરાયું હતું તેઓને થઇ જતાં સામાપક્ષ વાળાએ સગપણ તોડી નાંખ્યું હતું. આ પછી પણ યુવકની પજવણી ચાલુ રહી હતી. જોકે, આરોપી ગામમાંથી લાપતા થઇ ગયો હોઇ તેની શોધખોળ કરી હોવાનું તપાસનીશ પીએસઆઇ જે.બી.ચૌધરીએ જણાવ્યું હતું.

વધુ અહેવાલ આગળ વાંચો...