• Gujarati News
  • BJP Candidates, Chains, And Hearing The Cheers Of 150

ભાજપમાં ઉમેદવારોનો રાફડો, ટીમે ૧પ૦ને સાંભળ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં ઉમેદવારોને સંબોધી રહેલ ભાજપ અગ્રણી)
- ભાજપમાં ઉમેદવારોનો રાફડો, ટીમે ૧પ૦ને સાંભળ્યા
- પેટાચૂંટણી કવાયત ; ડીસા વિધાનસભા બેઠક માટે પ્રદેશ નિરીક્ષકો સમક્ષ ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન, ૩૦ની સેન્સ લેવાઇ
- ભાજપનું પ્રભુત્વ હોઇ ભાગ્ય અજમાવવા અનેક આગેવાનો કૂદી પડયા, ૨૨મીએ મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ જાહેર થશે


ડીસા : રાજ્યમાં આઠ વિધાનસભા અને એક લોકસભાની બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવાની રાજકીય પક્ષોએ કવાયત હાથ ધરી દીધી છે. બુધવારે ડીસામાં વર્ધમાન જૈન વિહારધામ ખાતે ડીસા વિધાનસભા બેઠકના ઉમેદવારની રજૂઆતો સાંભળવા પ્રદેશ ભાજપ તરફથી પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા પ્રભારી કે.સી.પટેલ તેમજ રમીલાબેન બારાની નિરીક્ષક ટીમ દ્વારા ૧૧ વાગ્યાથી છેક સાંજ સુધી વ્યક્તિગત તેમજ સામુહિ‌ક રીતે રજૂઆત સાંભળવામાં આવી હતી.
આ બેઠક ભાજપના ગઢ સમાન હોઇ ઉમેદવારો રાફડોનો ફાટયો હતો. કેટલાકે વ્યક્તિગત તો કેટલાક સામાજીક લોકો ટેકેદારો સાથે હાજર રહી શક્તિપ્રદર્શન કર્યું હતું. આ અંગે નિરીક્ષક કે.સી.પટેલે જણાવ્યું હતું કે, ડીસા વિધાનસભા બેઠક માટે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની વ્યક્તિગત અને સામૂહિ‌ક રીતે રજૂઆતો સાંભળી છે, જે પ્રદેશના મોવડી મંડળ સમક્ષ મુકાશે. જ્યારે તા.રર ઓગસ્ટે મળનારી પાર્લામેન્ટરી ર્બોડની બેઠકમાં ઉમેદવાર નક્કી કરાશે.
વાંચો આગળ, ડીસા વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ દિવસે એકેય ફોર્મ ન ભરાયું, ચૂંટણી લડવા કોણે કોણે દાવેદારી કરી.....