• Gujarati News
  • At The Death Of The Young Man Immersed In The Narmada Canal Adiya

અડીયાના યુવાનનું નર્મદા કેનાલમાં ડૂબી જતાં મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હારિજ દુકાને જવા નીકળેલો યુવાન ઘરે પરત નહીં ફરતા શોધખોળ કરતાં સવારે તેની લાશ નર્મદામાં તરતી મળી આવી

હારિજ તાલુકાના અડીયા ગામનો ર૬ વર્ષિ‌ય યુવાન પોતાની ઇલેક્ટ્રોનિકસ દુકાને ધંધાર્થે ઘરેથી નીકળેલો હતો. શનિવારે મોડી રાત્રી સુધી ઘરે પરત નહીં ફરતાં શોધખોળ કરી હતી પણ યુવાન નહીં મળતાં આખરે તેની લાશ નર્મદા કેનાલમાંથી રવિવારે સવારે મળી આવતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

પ્રાપ્ત વિગત મુજબ,અડીયા ગામના રાવળ સુરેશભાઇ બાબુલાલ (ર૬) હારિજ ખાતે જૂની કોર્ટ સામે ચામુંડા ઇલેક્ટ્રોનિકસ દુકાન ધરાવતાં હતા. જ્યાં રાબેતા મુજબ શનિવારના રોજ સવારે ૯ કલાકે હારિજ જવા માટે ઘરેથી નીકળ્યો હતો પણ રાત્રે ઘરે પરત નહીં ફરતા કુટુંબીજનોએ મોબાઇલ મારફતે તેમજ રૂબરૂ ફરી શોધખોળ આદરી હતી પણ યુવાનનો કોઇ પત્તો મળ્યો નહતો. આખરે રવિવાર સવારે માલસુંદ સીમમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં તેની લાશ પાણીમાં તરતી જોઇ માલસુંદના સરપંચ રાજુભાઇ જોષીએ મૃતકના કુટુંબીજનો શોધખોળ કરતા હતા તેની ખબર હોવાથી તેમને જાણ કરી લાશની ઓળખ માટે બોલાવ્યા હતા. જેમાં તેજ યુવાન નીકળતાં કુટુંબીજનો ઘેરા શોકમાં મૂકાઇ જવા પામ્યા હતા. મૃતકના કુટુંબી રાવળ ચતુરભાઇએ પોલીસને જાણ કરી હતી. હારિજ ખાતે મૃતક રાવળ સુરેશભાઇનું પીએમ કરવામાં આવ્યું હતું.