રાધનપુર શહેરમાં પાણીનો ધસમસતો પ્રવાહ, રાહદારીઓને ભારે હાલાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર: રાધનપુર શહેરમાં છેલ્લા બે દિવસથી નથી ધોધમાર વરસાદ કે નથી ફરીથી બનાસ નદીમાં પાણી છોડાયા તેમ છતાંય રવિવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ધોધ વહિ રહ્યો છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાણીના ધસમસતા પ્રવાહને કારણે રસ્તા ઉપર ધોવાણ થઇ જવાને લીધે વાહન ચાલકો માથે ભય તોળાય તેવી સ્થિતિ પેદા થવા પામી છે.

શહેરના હાઇવે ચાર રસ્તાથી ભણસાલી ટ્રસ્ટ સુધી સ્ટેટ હાઇવે ઉપર વરસાદી પાણી ધમધમાટી બોલાવી રહ્યા છે. તો ભાભર ત્રણ રસ્તાથી હાઇવે ચાર રસ્તા સુધી નેશનલ હાઇવેના એક ભાગ પાણીમાં ગટકાવ થઇ ગયો છે. બે દિવસ પહેલા પાણીનો ધોધ વધુ હોવાથી શિશુ મંદિર અને શિતલ બંગ્લોઝમાં પાણી ફરી વળ્યા હતાં. જેના કારણે રહિશોના જીવ પડીકે બંધાઇ જવા પામ્યા હતા.

સરકારી રેસ્ટ હાઉસમાં આજે પણ મોટા મોટા નેતાઓ મુલાકાતે આવતા હોવા છતાં નેશનલ હાઇવેની ગટરોમાંથી બહાર નીકળેલા પાણી ધસમસતી નદીની માફક વહી રહ્યા છે. અને સમગ્ર રેસ્ટ હાઉસ પાણીમાં તરબતર જણાય છે.નેશનલ હાઇવેની ગટરો સાફ કરાઇના હોવાથી પાણી ઉભરાઇને ચામુંડા સોસાયટીના માર્ગ ઉપર થઇને વહી રહ્યા છે. જેના કારણે ચાર સોસાયટીના રહીશો અને કોલેજના વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે.
 
તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...