તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉંદરાના ખેડુતે કરી અમેરીકન કેસરની ખેતી, ખેડૂત ધારે તો બની શકે લખપતિ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરીયદ:  દેશમાં ઠંડા પ્રદેશમાં થતા કેસર જેવા પાકની પાટણ જિલ્લામાં પણ ખેતી થવા લાગી છે. સરસ્વતી તાલુકાના ઉંદરા વિસ્તારમાં ધરતીપુત્ર ઠાકોર ઉદાજી પૂજાજીએ અમેરિકન કેસરની સફળ ખેતી કરીને સફળતા પ્રાપ્ત કરી છે.
 
સામાન્ય રીતે કેસર જેવા પદાર્થો આપણે ત્યાં કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં થતા હોય છે. પરંતુ આ ખેડૂતે ઉંદરા ગામે આવેલ ખેતીજની જમીનમાં 1 વીઘામાં જમીનમાં  કેસરની  ખેતી કરી છે અને તેનો વિકાસ પણ સારો થઇ રહયો હોઇ ઉંચુ ઉપજ મેળવશે. આ અંગે ઉદાજી ઠાકોરે  જણાવેલ કે તેઓ  સાબરકાંઠા વિસ્તારના ખેડૂતો  દ્વારા કરાયેલ કુરસની ખેતીને નીહાળીને ઉદાહરણ લઇ  અહિં તેમની  ચાર વિધા જમીનમાં બટાકાની સાથે અમેરિકન કેસરની ખેતી કરેલ છે.

જેમાં આસરે રૂ. 2 લાખથી વધુ  બિજનો ખર્ચ થયો છે. અહીં કેસર વિધા દીઠ  15 થી 20 કિલો  આસપાસ  થશે .હાલે  1 કિલો કેસરના ભાવ   માર્કેટમાં 1 થી 2 લાખ ચાલે છે. જેથી  સારી કમાણી થવાની શકયતા ધરતીપુત્રો એ જણાવી  હતી.
 
જોકે  ગુજરાત સરકાર આ અંગે ભવિષ્યમાં આના વેચાણ માટે માર્કેટ ઉભુ કરેતો ખેડૂતો આ ફળદાયી  ખેતી તરફ વળી શકે છે. પ્રગતીશિલ ખેડુત  ઉદાજીએ  આ વિસ્તારના ખેડૂતોની ચીલા ચાલુ ખેતી છોડીને આવી સારી ખેતી તરફ વળવા પ્રેરીત કરવા છે તેમ જણાવ્યું હતું .

ઉ.ગુ.ના આ ગામમાં પણ  કેસર મ્હેંકી રહ્યું છે
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના જેતપુર કંપા ગામના દિનેશભાઇએ સૌપ્રથમવાર અમેરિકન સેફ્રોન નામના કેસરનું વાવેતર કર્યું હતું. તો મહેસાણા જિલ્લાના મુદરડા ગામના મિસ્ત્રીભાઇઅે પણ અમેરિકન કેસરની ખેતી કરી છે. તેમનાથી પ્રેરાઇને દેથલીના દશરથભાઇએ પણ કેસર વાવીને કાશ્મીરનો ઇજારો તોડ્યો છે.

ખેડૂત ધારે તો લખપતિ બની શકે 
પેદાશપુર ગામના સરપંચ લાધુજી ઠાકોરના જણાવ્યા મુજબ, માત્ર 200 ગ્રામ બિયારણમાંથી  બે કિલો કેસરનું ઉત્પાદન થશે  અને બજારમાં આ અમેરિકન કેસરનો ભાવ પ્રતિ કિલો રૂ.40 થી 45 હજાર મળી  શકે છે. અા ઉપરાંત વીસ કિલો જેટલું બિયારણ પણ મળે છે જે નફામાં. 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો