સિદ્વપુરમાં મકાન પડતા દંપતી દટાયું, ગોચનાદ ગામે 31 લોકોને બચાવ્યા: બે લાપતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: છેલ્લા ચાર દિવસના ભારે વરસાદના કારણે બનાસકાંઠાના સીપુ, દાંતીવાડા ડેમમાં ભારે પાણીની આવક થવાથી બન્ને ડેમના દરવાજા ખોલી નખાયા છે. બનાસ નદીમાં ભારે ધોડાપુર આવવાથી બનાસકાંઠાના કાંકરેજ તેમજ સરસ્વતી તાલુકાના દુદાસણ, ઉંદરા, સાંપ્રા, કસલપુરા, આંગણવાડા, આમલૂણ, મોટા જામપુરમાં પાણી ફરી વળતા આ ગામોના રસ્તા સંપૂર્ણ બ્લોક થઇ ગયેલા છે.

ચારે બાજુ પાણી ફરી વળતા રસ્તા બ્લોક

આ ગામોમાં લોકોને ખાર્ધ ખોરાકી, અનાજ, રાચરસીધુ સંપૂર્ણ પલળી ગયેલ છે. તેમાં ખાસ કરી કસલપુરા કે જે ગામ બિલકુલ નદીને અડીને આવેલું હોવાથી ચારે બાજુ પાણી ફરી વળ્યા છે રસ્તા બ્લોક થઇ ગયા છે ખેતરોમાં પાંચ ફુટ જેવાં પાણી ચાલવાથી ઘરવળરી પલળી ગઇ કે જમીનોમાં મોટા ધોવાણ થઇ રહ્યા છે. લોકોને બે દિવસથી ઘરો ઉપર ચડી રાત વિતાવવાની ફરજ પડી કે પશુઓનો ધાસચારો પણ તણાઇ ગયો કે આજે સવારે રાજ્ય સરકારની બે હેલીકોપ્ટર દ્વારા નિરિક્ષણ કરવામાં આવી રહ્યુ છે.

વરસાદ આવે તો ભારે વિશાન સર્જી તેમ ભય જીવી રહ્યા છે

વિજળી ડુલ થઇ જવાથી દુકાનોમાંથી બિસ્કીટના આધારે નિવાર્હ ચાલવી રહ્યા છે. આ વિસ્તારમાં વાહન વ્યવહાર બિલકુલ બ્લોક થઇ રહ્યો છે. લોકો પારેવડાની જેમ ઠંડીથી ફરફડી રહ્યા છે. સ્થાનીક તંત્ર હજુ સુધી પહોંચી શક્યુ નથી. લોકો એવું કહિ રહ્યા છે કે 1973,1992 કરતા પણ પહેલીવાર આવું પાણી જોવા મળ્યુ હજુ વરસાદ આવે તો ભારે વિશાન સર્જી તેમ ભય જીવી રહ્યા છે.

ગોચનાદ ગ્રામજનોએ રેસ્કયુ કરી 31 લોકોને બચાવ્યા: બે લાપતા

સમી તાલુકાના ગોચનાદગામે ખેતરોમાં વસવાટ કરતા 33 લોકો રવિવારે વરસાદમાં ફસાયા હતા.જેમાંથી ગામજનોએ દોરડા બાંધી અને સ્થાનીક તરવૈયાઓની મદદ લઇને 31 લોકોને બહાર કાઢ્યા હતા  પરંતુ  વિરમભાઇ માધુભાઇ ઠાકોર અને બબીબેન વિરમજીનો મંગળવાર બપોરે 1 કલાક પછી મોબાઇલ પર સંપર્ક તૂટી ગયો હતો.બુધવારે ગામજનોએ તે સ્થળની તપાસ કરતાં ત્યાં છાપરાનું નામ કે નિશાન ન હોઇ ગામજનો બન્ને પતિ- પત્ની પાણી પ્રવાહમાં તણાઇ ગયા હોય તેવું માનવામાં આવી રહ્યુ છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ગામમાં રેસ્કયુ ટીમ મોકલી આપવા માંગ કરી....
અન્ય સમાચારો પણ છે...