તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં સતત ત્રીજા દિવસે પણ પરીક્ષામાં કોપી કેસ નોંધાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા લેવાઇ રહેલી ધો- 10 અને 12 પરીક્ષામાં  શુક્રવારે  શહેરની કે.વી.પટેલ મેમોરીયલ હાઇસ્કુલના બ્લોક નં- 159 માં ધો- 10 નું વિજ્ઞાન ટેકનોલોજીનું પેપર આપી રહેલા બી ડી હાઈસ્કુલના રીપીટર વિદ્યાર્થીને ખંડ નિરિક્ષક દ્વારા કાપલીમાંથી  કોપી કરતાં  ઝડપી લીધો હતો.પરીક્ષામાં જિલ્લાના 8  જેટલા સંવેદનશીલ કેન્દ્રો ઉપર વર્ગ- 1 અને 2 ના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.
 
માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક બોર્ડની પરીક્ષાના શરુઆતથી પાટણમાં ચોરીના કેસો બહા આવવા શરુ થયા છે.ત્રીજા દિવસે ધોરણ 10ના વિજ્ઞાન ટેકનોલોજીના વિષયની પરીક્ષા  25256 વિદ્યાર્થીઓએ આપી હતી. જ્યારે 521 વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. બપોરે ધો- 12 ના આંકડાશાસ્ત્રના પેપરમાં 2431 વિદ્યાર્થી હાજર રહ્યા હતા જ્યારે 41 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. ધો- 12 વિજ્ઞાન પ્રવાહના રસાયણ શાસ્ત્રના પેપરમાં 3309 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને  145 વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. 

ધો- 12 કૃષિ વિધા – 1માં 97 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. અને 3 વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા. ધો-12 પશુ અને ડેરી વિષયની પરીક્ષામાં 54 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને 2 વિદ્યાર્થી ગેર હાજર રહ્યા હતા. એકંદરે  ધો- 10 અને 12 ના પેપર સરળ રહ્યા હોવાનું છાત્રો વિરલ પ્રજાપતિ, યસ્વી શાહ, ઓમ મોદી, ધ્રુવી પટેલે જણાવ્યુ હતું.

રીપીટરોમાં ભારે નારાજગી
 દરમ્યાન રીપીટર પરીક્ષાર્થીઓની પરીક્ષા અલગ અલગ વિષય મુજબ જુદી જુદી શાળાઓમાં લેવાતી હોઇ તેઓને ધક્કે ચડવુ઼ પડી રહ્યું છે.શુક્રવારે અેકલવ્ય સ્કૂલ બહાર રીપીટરો અને તેમના વાલીઓએ આ મામલે નારાજગી દર્શાવી તમામ વીષયોની પરીક્ષા એકજ શાળામાં લેવી જોઇએ તેવી માંગણી ઉગ્ર રીતે રજુ કરી હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો