તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હંગામી કર્મચારીઓને ધરણાની મંજુરી નહિ મળતા રેલી યોજી પ્રાંતને આપ્યુ આવેદનપત્ર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ:  સરકારી વિભાગોમાં વર્ષોર્થી કરાર આધારિત અને આઉટ સોચીર્ગથી કામ કરતા કર્મચારીઓ ધ્વારા સમાન વેતન સમાન નોકરી અને સમાન સીક્યુરીટીની માંગ સાથે સોમવારથી અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. ત્યારે મંગળવારે કર્મચારીઓના સમૂહે પાટણ કલેકટર કચેરીની બહાર મંજુરી વગર ધરણા શરૂ કરતા બી ડિવિજન પોલીસે તેઓને મંજુરી મેળવી ધરણા પર બેસવાનું જણાવતા કર્મચારીઓએ રેસી સ્વરૂપે કલેકટર કચેરીથી નિકળી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તેમની માંગણી સરકાર સુધી પહોચાડવા જણાવ્યુ હતું.

આ બાબતે જાણકારી આવતા હંગામી કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે અમો ધણા સમયથી સરકારની વિવિધ વિભાગોમાં કરાર આધારિત અને આઉટ સોસીંગથી કામ કરીએ છીએ ત્યારે અમોને સમાન વેતન સમાન નોકરી અ ને સમાન સીક્યુરીટી મળે તે માટે સમગ્ર ગુજરાતના હંગામી કર્મચારીઓ ધ્વારા અચોકકસ મુદતની હડતાલ પાડી અમારી માંગ સંતોષવા સરકારને રજુઆત કરી છે. 

ત્યારે પાટણમાં પણ વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતિ 280 જેટલા હંગામી કર્મચારીઓના સમૂહ ધરણામાટેની મંજુરી માંગી છે. પરંતુ અમોને મંજુરી આપવામાં આવી નથી. ત્યારે કલેકટર કચેરીથી પ્રાંત કચેરી સુધીની રેલી યોજી અમારી માંગણી સરકાર સુધી પહોચાડવા પ્રાંત અધીકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. તો આગામી દિવસોમાં મંજુરી મેળવી અમોને ન્યાય નહિ મળે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રખાશે તેવી ચિમકી હંગામી કર્મચારીઓએ આપી હતી.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો