તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ: સરકારી કચેરીમાં હંગામી ફરજ બજાવતા કર્મીઓની અચોકકસ મુદતની હડતાળ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ:  સમગ્ર ગુજરાતમાં સરકારી વિભાગોમાં 11 માસના કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારી ધ્વારા સમાન નોકરી સમાન વેતનના મુદ્દે તાજેતરમાં આવેદનપત્ર આપી તેઓની માંગ સંતોષવાની રજુઆત કરવામાં આવી હતી. પરંતુ હંગામી કર્મચારીઓની માંગ નહિ સંતોષાતા સોમવારના રોજથી પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ધ્વારા સંચાલિત વિવિધ વિભાગોમાં હંગામી ફરજ બજાવતા કર્મચારીઓએ અચોકકસ મુદતની હડતાળનું રણસીંગુ ફુકતા વિવિધ સરકારી વિભાગોના કામો ખોરંભે ચડ્યા હતા.
 
અગીયાર માસ આધારિત ફરજ બજાવતા પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સંચાલિત વિવિધ શાળાઓ જેવી કે નરેગા યોજના સ્વચ્છ ભારત મિશન મિશન મંગલ્મ વોટર રોડ પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા વિભાગોના કુલ 280 જેટલા કર્મચારીઓએ સમાન નોકરી સમાન પગાર અને સમાન સુરક્ષાના મુદ્દે સોમવારના રોજ શહેરની કલેકટર કચેરી બાજુમાં આવેલી સિંધવાઇ માતાના સાનિંધ્યમાં અચોકકસ મુદ્દતની હડતાલના શ્રી ગણેશ કર્યા હતા. 

આ હડતાલમાં જોડાયેલ હંગામી મહિલા કર્મચારી જાગૃતિબેન જણાવ્યુ હતું કે જ્યાં સુધી અમોને અમારો હક નહીં મળે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે તેઓએ આગામી 28 મી માર્ચ 
દિલ્હી ખાતે આયોજિત વડાપ્રધાનને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના હંગામી કર્મચારીઓ સાથે પાટણ જિલ્લાના કાર્યકર્તાઓ પણ જોડાનાર હોવાનું જણાવ્યુ હતું.
 
હિતેષભાઇ પટેલ નામના હંગામી કર્મચારીએ અચોકકસ મુદતની હડતાલ કલેકટર કચેરી સામે યોજવા માટે પ્રાંત અધિકારી પાસે મંજુરી માંગી હોવાનો ઉલ્લેખ કરી હંગામી કર્મચારીઓની માંગ સંતોષવા સરકાર કટ્ટીવધ્ધ બને તેવી આશા વ્યકત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો